Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લેહ એરપોર્ટ પર ટર્મિનલનું મોદી દ્વારા શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના લેહમાં પહોંચ્યા બાદ લેહ એરપોર્ટના નવા ટર્મિનલનું શિલાન્યાસ કરીને કહ્યું હતું કે, આજે શિલાન્યાસ કરવામાં આવ્યું છે. લોકાર્પણ કરવા માટે પણ તમામ લોકોના આશીર્વાદથી તેઓ પોતે જ આવશે. આ પ્રકારના દાવા કરીને મોદીએ વિરોધ પક્ષોમાં વધુ એક ચર્ચા જગાવી હતી. લેહ એરપોર્ટના નવા ટર્મિનલ ઇમારતનું શિલાન્યાસ આજે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મોદીએ કહ્યું હતું કે, લોકોના આશીર્વાદથી લોકાર્પણ વિધિ પણ તેઓ જ કરશે. ત્રણ દશક પહેલા આ એરપોર્ટની ઇમારત બનાવવામાં આવી હતી. સમયની સાથે આધુનિકીકરણ તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આજે નવી ટર્મિનલ બિલ્ડિંગનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. વહેલી તકે લોકાર્પણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. લેહ-લડાખ અને કારગિલના વિકાસમાં કેન્દ્ર સરકાર ઝડપથી આગળ વધી રહી છે. દેશના દરેક વિસ્તારાં પહોંચ્યા હોય તેવા એકમાત્ર વડાપ્રધાન હોવાનો દાવો પણ મોદીએ કર્યો હતો. અધિકારીઓને નજીકથી સમજે છે અને તેમના અનુભવનો લાભ લેવા માટે પણ કટિબદ્ધ છે. બિલાસપુર-મનાલી-લેહ રેલવે લાઈન ઉપર સર્વેનં કામકાજ થઇ ચુક્યું છે. અનેક જગ્યાઓ ઉપર કામ શરૂ થઇ ચુક્યું છે. રેલ લાઈન બની ગયા બાદ લેહ અને દિલ્હી વચ્ચે અંતર ખુબ ઘટી જશે. તેમને માહિતી મળી છે કે, લેહ-લડાખમાં ત્રણ લાખ પ્રવાસી આવ્યા હતા. આશરે એક લાખ કારગિલ પણ પહોંચ્યા હતા. એટલે કે કાશ્મીર આવનાર પ્રવાસીઓ પૈકીના અડધા લેહમાં પણ પહોંચ્યા હતા. કારગિલ ટ્યુરિઝમ હબ બનીને ઉભરશે તેવી વાત તેમણે કરી હતી. ૨૨૦ કેવી ટ્રાન્સમિશન લાઈનનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું હતું. ૪૮૦ કરોડના ખર્ચે એરપોર્ટ ટર્મિનલની ઇમારત બનશે.

Related posts

નિઠારી કાંડ : નવમાં મામલામાં પંઢેર અને કોલીને ફાંસીની સજા

aapnugujarat

હવે દેશમાં જ બનશે સેનાના લડાકુ વિમાન

aapnugujarat

आरुषि- हेमराज हत्याकांड मामले में राजेश-नूपुर तलवार बरी हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1