Aapnu Gujarat
Uncategorized

મુંબઇમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પ્રથમ મોત

મુંબઇમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે પ્રથમ મોતનો કેસ સામે આવ્યો છે. મુંબઇના ઘાટકોપરમાં એક ૬૩ વર્ષીય મહિલાનું જુલાઇમાં મોત થયુ હતુ, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે થયુ હતુ. ચોકાવનારી વાત એ છે કે મહિલાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા તેમ છતા મહિલાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે મોત થયુ હતુ.
મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી બે મોત થઇ ચુક્યા છે. પ્રથમ મોત ૧૩ જૂને ૮૦ વર્ષીય એક મહિલાનું રત્નાગિરીમાં થયુ હતુ. ૧૧ ઓગસ્ટે આ વાતની પૃષ્ટી થઇ હતી કે મહિલાનું મોત ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે થયુ છે.
રાજ્ય સરકાર તરફથી બૃહદ મુંબઇ નગર નિગમ (બીએમસી)ને આ જાણકારી આપવામાં આવી હતી કે જીનોમ સીક્વેસિંગ તપાસમાં ખબર પડી છે કે મુંબઇમાં ૭ લોકો ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત છે. તે બાદ બીએમસીએ આ દર્દીના સંપર્કમાં આવનારા લોકો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યુ હતુ. આ મહિલા પણ તે સાત લોકોમાં સામેલ હતી.
બીએમસી અધિકારી જ્યારે મહિલાના પરિવારજનોને મળવા ગયા તો તેમણે જણાવ્યુ કે મહિલાનું મોત ૨૭ જુલાઇએ થયુ હતુ. મહિલાના સંપર્કમાં આવેલા બે લોકોમાં પણ ડેલ્ટા વેરિએન્ટની ખબર પડી છે. મુંબઇ સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ ડૉ. મંગલા ગોમારેએ જણાવ્યુ કે ૬૩ વર્ષીય દર્દીનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે મોત થયુ હતુ. તે બાદ મહિલાના સંપર્કમાં આવેલા ૬ અન્ય લોકોની તપાસ કરાવવામાં આવી હતી. તપાસમાં ૬માંથી વધુ ૨ લોકોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ખબર પડી છે. અત્યારે કેટલાક લોકોની તપાસ રિપોર્ટ આવવાની રાહ જાેવાઇ રહી છે.
ડૉક્ટર ગોમારેએ જણાવ્યુ કે મહિલા ઇંટરસિટિશિયલ લંગ અને ઓબ્સટ્રક્ટિવ એરવેથી પીડિત હતી. ચોકાવનારી વાત એ છે કે મહિલાએ વેક્સીનના બન્ને ડોઝ લીધા હતા. તેમ છતા તે કોરોના સંક્રમિત થઇ હતી. શરૂઆતમાં મહિલાને ઘરમાં જ ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવી હતી બાદમાં ૨૪ જુલાઇએ તેણે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. જ્યા ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત થયુ હતુ. એનવોર્ડના તબીબી અધિકારી ડૉ. મહેન્દ્ર ખંડાડેએ જણાવ્યુ કે ઘરે મહિલાની સ્થિતિ બગડ્યા પહેલા વિક્રોલીના ગોદરેજ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. એક દિવસ સારવાર બાદ મહિલાનું સ્વાસ્થ્ય બગડી ગયુ હતુ અને પરિવારે તેણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યા તેનું મોત થયુ હતુ.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં ૬૫ કેસ સામે આવી ચુક્યા છે. જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં ૧૧ કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને ભારત સરકારે પહેલેથી જ વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે.

Related posts

ભિલોડાનો ભાવેશ વણઝારા ફસાયો યુક્રેનમાં

editor

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

editor

કોરડા ગામે ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1