Aapnu Gujarat
રાષ્ટ્રીય

તમિલનાડુ સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર ૩ રૂપિયા ટેક્સ ઘટાડ્યો

તમિલનાડુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. રાજ્યના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ થિયાગરાજને રાજ્યના ઇતિહાસમાં પોતાનું પ્રથમ ઇ-બજેટ રજૂ કર્યું. તમિલનાડુ સરકારે પેટ્રોલ પર ટેક્સ ૩ રૂપિયા પ્રતિ લીટર ઘટાડવાની મોટી જાહેરાત કરી છે. તેના કારણે રાજ્યને દર વર્ષે ૧૧૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય બજેટમાં મહિલા સરકારી કર્મચારીઓની મેટરનિટી રજા ૯ મહિનાથી વધારીને ૧૨ મહિના કરવામાં આવી છે. ૫૦૦ કરોડના ખર્ચે સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના તમામ ર્સ્વનિભર જૂથોને ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે વહેંચવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ૭૯,૩૯૫ નાના ગામોમાં દરેક વ્યક્તિને દરરોજ ૫૫ લિટર શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના પગલાં લેવામાં આવશે. તેમજ એક લાખથી વધુ વસ્તી ધરાવતા ૨૭ શહેરોમાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં મુકાશે. તમિલનાડુમાં મુખ્ય વિપક્ષ એઆઇએડીએમકેના ધારાસભ્યોએ વિરોધ તરીકે શુક્રવારે સત્ર દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું. હકીકતમાં સ્પીકર અપ્પાવુએ વિપક્ષી પાર્ટીને બોલવા ન દીધા જેના કારણે ધારાસભ્યો ગુસ્સામાં વોકઆઉટ કરી ગયા. નાણામંત્રી પલાનીવેલ ત્યાગા રાજન દ્વારા ડીએમકે સરકારના પ્રથમ બજેટની રજૂઆત પહેલા વિપક્ષના નેતા કે પલાનીસ્વામી ઉભા થયા અને બોલવાનું શરૂ કર્યું. સ્પીકર અપ્પાવુએ પલાનીસ્વામીને પરવાનગી આપવાનો ઇનકાર કરતા કહ્યું કે પલાનીસ્વામી સોમવારે બોલી શકે છે કારણ કે બજેટ પહેલા રજૂ કરવું પડશે. અપ્પાવુએ ત્યારબાદ રાજનને રાજ્યનું પ્રથમ પેપરલેસ ઇલેક્ટ્રોનિક બજેટ રજૂ કરવાનું કહ્યું. વિરોધમાં એઆઇએડીએમકેના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

Related posts

बिहार सरकार ग्रेजुएट छात्राओं के बैंक खातों में 50 हजार भेजेगी

editor

बीजेपी अस्थायी जीत लेकिन नैतिक हार : ममता

aapnugujarat

મત ગણતરીને લઇ ચૂંટણી પંચની તૈયારી પૂર્ણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1