Aapnu Gujarat
રાષ્ટ્રીય

રક્ષાબંધન પહેલા મહિલાઓને મોદી સરકારની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આર્ત્મનિભર નારી-શક્તિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મહિલા ઉદ્યોગસાહસિકો માટે ૧૬૨૫ કરોડની રકમ જાહેર કરી. પીએમ મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલા મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી અને પછી દેશને સંબોધન કર્યું.
પીએમ મોદીએ કહ્યું, ‘મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાનો વ્યાપ વધારવા માટે, આજે આર્ત્મનિભર ભારતના સંકલ્પમાં વધુ ભાગીદારી માટે મોટી આર્થિક મદદ બહાર પાડવામાં આવી છે. તે ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત સાહસો હોય, મહિલા ખેડૂત ઉત્પાદક સંઘ અથવા અન્ય સ્વ-સહાય જૂથો, આવા બહેનોના લાખો જૂથોને ૧૬૦૦ કરોડ રૂપિયાથી વધુ મોકલવામાં આવ્યા છે.
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘કોરોનામાં સ્વ-સહાય જૂથો દ્વારા જે રીતે અમારી બહેનોએ દેશવાસીઓની સેવા કરી તે અભૂતપૂર્વ છે. માસ્ક અને સેનિટાઇઝર બનાવવું, જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવું, જાગૃતિનું કાર્ય, તમારા સખી જૂથોનું યોગદાન દરેક રીતે અનુપમ રહ્યું છે. જ્યારે અમારી સરકાર આવી ત્યારે અમે જાેયું કે દેશની કરોડો બહેનો છે જેમનું બેંક ખાતું પણ નથી, જે બેંકિંગ સિસ્ટમથી દૂર છે. એટલા માટે અમે સૌ પ્રથમ જન ધન ખાતા ખોલવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું.’
આજે બદલાતા ભારતમાં દેશની બહેનો અને દીકરીઓ માટે આગળ વધવાની તકો વધી રહી છે. તમામ બહેનોને ઘર, શૌચાલય, વીજળી, પાણી વગેરે જેવી સુવિધાઓ સાથે જાેડવામાં આવી રહ્યા છે. સરકાર બહેનો અને દીકરીઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસીકરણ અને અન્ય જરૂરિયાતો પર પણ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.
સરકાર ભારતમાં બનેલા રમકડાઓને પણ પ્રોત્સાહિત કરી રહી છે. આ માટે તમામ શક્ય મદદ આપી રહી છે. ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારોની બહેનો પરંપરાગત રીતે તેની સાથે જાેડાયેલી છે. આમાં પણ એસએચજીએસ માટે ઘણી સંભાવનાઓ છે.
આજે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન ચાલી રહ્યું છે. આમાં સ્વ -સહાય જૂથોની બેવળી ભૂમિકા છે. તમારે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લાવવી પડશે અને તેના વિકલ્પ માટે કામ કરવું પડશે.

Related posts

મોદી ‘નીચ’ છે તે નિવેદન પર હું મક્કમ છું : મણિશંકર અય્યર

aapnugujarat

પાન કાર્ડ-આધારને લિંક કરવાની મુદત વધારાઈ, હવે 30 જૂન સુધીનો સમય મળ્યો

aapnugujarat

હોવિત્ઝર તોપ : જેટલી ગાજી તેટલી વરસી નહીં, પ્રથમ પરીક્ષણમાં નિષ્ફળ રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1