Aapnu Gujarat
ગુજરાત

ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ગુજરાત રાજ્ય સી.આઇ.ડી ક્રાઇમ & રેલ્વેઝની નાસતાં-ફરતાં આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં અનિરૂધ્ધસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, (૧) ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૧/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૪૦૬, ૪૨૦ વિગેરે મુજબ (૨) ગંગાજળીયાપો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૮૫૧/૨૦૨૦ ઇ.પી.કો કલમઃ-૪૦૬, ૪૨૦ વિગેરે મુજબના ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી તીર્થ ઉર્ફે લાલો શૈલેષભાઈ મહેતા રહે.અમદાવાદવાળો હાલ-અમદાવાદ ખાતે હાજર છે. જેથી આ હકિકત ખરાઇ કરી અમદાવાદ ખાતે જઇ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી તીર્થ ઉર્ફે લાલો શૈલેષભાઇ મહેતા ઉ.વ.૨૨ રહે.હાલ-બ્લોક નંબર-સી/૩, સુવર્ણ એપાર્ટમેન્ટ, નિર્ણયનગર, ચાંદલોડીયા, અમદાવાદ શહેર મુળ-પુણ તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળા અમદાવાદ તેનાં રહેણાંક મકાન પાસેથી હાજર મળી આવતાં હસ્તગત કરીઆગળની કાર્યવાહી માટે તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આમ, છેલ્લાં ત્રણેક વર્ષથી છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી.,ભાવનગરને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા હસમુખભાઇ પરમાર વિગેરે માણસો જોડાયા હતાં.

Related posts

OBC માં પાટીદાર સમાજનો સમાવેશ કરો : Hardik Patel

editor

राजकोट में कोविड सेंटर अस्पताल में लगी भीषण आग, 5 लोगों की मौत

editor

PM Modi urged people to visit Sardar Sarovar Dam in Gujarat, hoped that those visiting will also go to Statue of Unity

aapnugujarat

Leave a Comment

UA-96247877-1