Aapnu Gujarat
રમતગમત

રવિ શાસ્ત્રીની વિદાય થઈ શકે

ભારતીય ટીમના કોચ પદેથી રવિ શાસ્ત્રીની ટી-૨૦ બાદ વિદાય થાય તેવી અટકળો તેજ બની છે. તેમની સાથે સાથે ફિલ્ડિંગ કોચ આર શ્રીધર, બોલિંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ ટીમથી અલગ થાય તેવી શક્યતાઓ છે. આ વખતે ટી ૨૦ વર્લ્ડકપ ઓક્ટોબર નવેમ્બરમાં યુએઈમાં યોજાવાનો છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર રવિ શાસ્ત્રીએ ક્રિકેટ બોર્ડના કેટલાક સભ્યોને જાણ કરી દીધી છે કે, ટી ૨૦ વર્લ્ડકપ બાદ હું રાષ્ટ્રીય ટીમથી દૂર થવા માંગુ છું. આમ શાસ્ત્રીનો કોચ તરીકેનો કાર્યકાળ વર્લ્ડકપ બાદ ખતમ થઈ જશે. શાસ્ત્રી પહેલી વખત ટીમ ઈન્ડિયા સાથે ડાયરેક્ટર તરીકે ૨૦૧૪માં જાેડાયા હતા. તેમનો કાર્યકાળ ૨૦૧૬ સુધી હતો. એ પછી અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવાયા હતા. ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં હાર બાદ શાસ્ત્રીને ફુલ ટાઈમ કોચ બનાવાયા હતાં. શાસ્ત્રીના કોચ તરીકેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાએ બે વખત ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝમાં માત આપી હતી. ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી હતી. જાેકે હજી સુધી શાસ્ત્રીના કાર્યકાળમાં ભારતીય ટીમ આઈસીસીની એક પણ ટુર્નામેન્ટ જીતી શકી નથી. ૨૦૧૯માં પણ વર્લ્લ્‌કપમાં ભારત સેમીફાઈનલમાં હાર્યુ હતુ.પ્રોટોકોલ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડ ટી-૨૦ વર્લ્ડકપ બાદ કોચ તેમજ સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવશે. કેટલાક અધિકારીઓ પહેલેથી જ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂંક તરફ ઈશારો કરી રહ્યા છે.

Related posts

સ્ટાર સ્ટિવ સ્મિથ નવા ડોન બ્રેડમેન બનવાની દિશામાં

aapnugujarat

PCB ने लिया बड़ा फैसला, इस साल पाकिस्तान में नहीं होंगे कोई भी मैच

editor

ભારત-આફ્રિકા વચ્ચે આજે કેપટાઉનમાં ફાઈટ ટુ ફિનિશ જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1