Aapnu Gujarat
રમતગમત

ચક દે ઇન્ડિયા ! ૪૧ વર્ષ પછી મેન્સ હોકી ટીમે રચ્યો ઈતિહાસ

ટોક્યો ઓલમ્પિકમાં ભારતે ઈતિહાસ રચી દીધો છે.૪૧ વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું.  ભારતની જીતનો હીરો સિમરનજીત સિંહ હતો, જેણે સૌથી વધુ બે ફિલ્ડ ગોલ કર્યા હતા.ભારતની ઐતિહાસિક જીત પર સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો પીએમ મોદીએ ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા.  પીએમ મોદીએ લખ્યું કે આજનો દિવસ દરેક ભારતીયની યાદમાં રહેશે.પીએમ મોદીએ લખ્યું કે પુરુષ હોકી ટીમને બ્રોન્ઝ લાવવા બદલ અભિનંદન.  દેશને તેની હોકી ટીમ પર ગર્વ છે

Related posts

શ્રીલંકાએ રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેને હરાવ્યું

aapnugujarat

नाथन कल्टर नाइल ने दमदार बल्लेबाजी की : फिंच

aapnugujarat

રોહિત શર્મા પછી શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1