Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકાએ રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વેને હરાવ્યું

નિરોશન ડિકવેલા અને અસેલા ગુણારત્નેની શાનદાર ઇનિંગ્સની મદદથી શ્રીલંકાને ૩૮૮ રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા મંગળવારે એકમાત્ર ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ઝિમ્બાબ્વેને ચાર વિકેટથી હાર આપી હતી.ગુણારત્નેના અણનમ ૮૦ અને ડિકવેલાના ૮૧ રનની મદદથી શ્રીલંકાએ સૌથી મોટા લક્ષ્યને હાંસલ કર્યો હતો. આ બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી થઇ હતી. જ્યારે કુશલ મેન્ડિસે ૬૬, દિલરુવાન પરેરાએ અણનમ ૨૯, એન્જેલો મૈથ્યૂઝે ૨૫, દિમૂથ કરુણારત્નેએ ૪૯, દિનેશ ચાંદિમલે ૧૫ અને ઉત્પુલ થરંગાએ ૨૭ રન બનાવ્યા હતા. આમ, શ્રીલંકાએ ૬ વિકેટ ગુમાવી ૩૯૧ રન બનાવી વિજય મેળવ્યો હતો.
જ્યારે આ ટેસ્ટ મેચમાં શ્રીલંકાના સ્પિનર રંગના હેરાથે અનિલ કુંબલે ના રેકોર્ડની બરાબરી કરી હતી.
ઉલ્લેખનીય છેકે, આ પહેલા શ્રીલંકાનો સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૦૬માં દક્ષિણ આફ્રિકા સામે હતો. જ્યારે તેમનીસામે ૩૫૨ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ એશિયામાં હાંસલ કરવામાં આવેલો સૌથી મોટો લક્ષ્ય અને ટેસ્ટ મેચમાં પાંચમો સૌથી મોટો લક્ષ્ય છે.

Related posts

ભારત-વિન્ડીઝ વચ્ચે આજે ત્રીજી વન-ડે : સાંજે ૬.૩૦ વાગ્યેથી જીવંત પ્રસારણ

aapnugujarat

જાડેજાને નહીં મળે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન..?!!

aapnugujarat

ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ત્રણ નહીં પાંચ ટી-૨૦ રમશે..!

editor

Leave a Comment

UA-96247877-1