Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસ બન્યો મોસ્ટ હેન્ડસમ એશિયન મેન

પ્રભાસ એશિયાના સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં ટોચ પર છે. જે દુનિયા ભરના પૈન-ઇન્ડિયા સુપરસ્ટારના ફેન માટે નવાઇની વાત નથી. ‘ટોપ ટેન મોસ્ટ હેન્ડસમ એશિયન મેન’ ની તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલી યાદીમાં પ્રભાસ એશિયા ખંડના સૌથી સુંદર વ્યક્તિમાં ટોચનું સ્થાન મેળ્યું છે. આ વાત વિશ્વમાં ફેલાયેલી તેની ખ્યાતિ અને પ્રતિભાની ઓળખ આપે છે.
પ્રભાસે પોતાની મેગાહિટ ફિલ્મ બાહુબલી ઃ ધ બિગિનિંગ (૨૦૧૫) અને તેની સિક્વલ બાહુબલીઃ ધ કન્ક્‌લુઝન (૨૦૧૭) સાથે સમગ્ર વિશ્વમાં એક આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે. સુપરસ્ટાર પ્રભાસે પૈન-ઇન્ડિયા ફિલ્મના ચલણની શરૂઆત કરી હતી. પ્રભાસ પાસે ભારતીય સૌંદર્યની ભરમાર છે. જે જમીન સાથે જાેડાઇ રહીને એક મૈચો ચાર્મ છે જે મહિલા ચાહકોને દિવાના બનાવી મૂકે છે.
પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામ મોસ્ટ અવેઇટેડ મુવીમાંથી એક છે. કારણ કે, તેની તમામ મહિલા ચાહકો સૌથી સુંદર, મનમોહક અને મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસને રોમેન્ટિક અવતારમાં જાેવા માટે આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે.
રાધે શ્યામ સિવાય પ્રભાસ એક્શન ફિલ્મ સલાર, નાગ અશ્વિનની અગલી અને આદિપુરુષનો પણ સમાવેશ થાય છે. પ્રભાસે ઘણી બ્લોકબસ્ટર મૂવીઝમાં શાનદાર ભૂમિકાઓ અદા કરી છે.

Related posts

१५वें दिन भी जारी रही वॉर की कमाई

aapnugujarat

પ્રિયંકા ચોપરા ‘ધ સ્કાય ઇઝ પિંક’માં ફરહાન અખ્તર સાથે ચમકશે

aapnugujarat

રોહિત શેટ્ટી હવે લેડી પોલીસને કેન્દ્રમાં રાખી ફિલ્મોનું દિગ્દર્શન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1