Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપરા ‘ધ સ્કાય ઇઝ પિંક’માં ફરહાન અખ્તર સાથે ચમકશે

પ્રિયંકા ચોપરા નિકની સાથે તેનાં હોલીડે એન્જોય કરીને કામ પર પરત ફરી ગઇ છે. પ્રિયંકા ૧૭ જુલાઇથી અલી અબ્બાસ જફરની ફિલ્મ ’ભારત’ની શૂટિંગ શરૂ કરી દેશે. પણ ખાસ વાત એ છે કે પ્રિયંકા હાલમાં આ ફિલ્મ ઉપરાંત ઘણી સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને તેણે એક ફિલ્મ પણ ફાઇનલ કરી દીધી છે.
થોડા દિવસો પહેલાં સમાચાર હતા કે ’મારગ્રેટા વિધ અ સ્ટ્રો’ની ડિરેક્ટર સોનાલી બોઝ તેની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરાને લેવા ઇચ્છે છે. પ્રિયંકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે જે આ વાતનો પુરાવો આપે છે કે સોનાલી બોઝની ફિલ્મને પ્રિયંકાએ લીલી ઝંડી આપી દીધી છે. જે તસવીર પ્રિયંકાએ શેર કરી છે તે એક ફિલ્મની સ્ક્રિપ્ટની લાગે છે. જેનાં પર ’ધ સ્કાય ઇઝ પિંક’ની સાથે ડ્રાફ્ટ ૨૯ લખ્યુ છે. પ્રિયંકાએ આ સાથે કેપ્શન લખી છે કે, ’અને આ શરૂ થઇ ગઇ.. હિન્દી મૂવી.
સોર્સિસની માનીયે તો, પ્રિયંકા ચોપરા ’ધ સ્કાય ઇઝ પિંક’માં ફરહાન અખ્તરની સાથે સ્ક્રિન શેર કરશે. ફિલ્મની કહાની આયશા ચૌધરીનાં જીવન પર આધારિત છે. આયશા એક મોટીવેશનલ સ્પીકર છે ફિલ્મની શૂટિંગ ઓગષ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં ઝાયરા વસીમ, આયશાનાં રોલમાં નજર આવશે.

Related posts

દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇ સસ્પેન્સ

aapnugujarat

रक्षा मंत्री राजनाथ सिंह से मिलीं कंगना रनौत

editor

સાઉથની ફિલ્મોમાં કન્ટેન્ટ હોય છે : Shilpa Sheety

aapnugujarat

Leave a Comment

UA-96247877-1