Aapnu Gujarat
મનોરંજન

રોહિત શેટ્ટી હવે લેડી પોલીસને કેન્દ્રમાં રાખી ફિલ્મોનું દિગ્દર્શન કરશે

અત્યાર સુધી બૉલીવૂડ દિગ્દર્શક રોહિત શેટ્ટી ૧૩ ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે. તેમાંથી ચાર ફિલ્મોમાં અજય દેવગણે પોલીસ અધિકારીના રોલ ભજવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળેલી ખબર અનુસાર હવે રોહિત લેડી પોલીસને કેન્દ્રમાં રાખીને ફિલ્મોનું દિગ્દર્શન કરશે.
તેણે આ અંગે કહ્યું હતું કે, ‘પોલીસનું નામ મગજમાં આવતા મોટા ભાગના લોકો પુરુષ જ હશે એવું વિચારે છે, મારે આવી વિચારધારાનો અંત લાવવો હોવાથી હું મહિલા પોલીસની વાર્તાને લોકો સમક્ષ લાવવાના પ્રયાસો કરી રહ્યો છું. વાર્તા હજુ નક્કી કરાઇ નથી. સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી બાદ હું એક મહિલા પોલીસને પણ દર્શકો સમક્ષ લાવીશ.’
સિંઘમ ફિલ્મની જેમ સિમ્બાની પણ સિક્વલ બનશે. આ ફિલ્મનો આગામી ભાગ અક્ષય કુમારની સાથે બનાવશે અને ફિલ્મનું નામ ‘સૂર્યવંશી’ હશે. દર્શકોને રોહિત દ્વારા દિગ્દર્શિત કરેલી પોલીસ ઓફિસરની વાર્તા ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા જાણવા મળ્યું છે કે રોહિતે પોતાની ટીમને મહિલા પોલીસની વાર્તા શોધવાનો આદેશ આપ્યો છે. જો કોઇ વાર્તા સત્ય ઘટના પર આધારિત હશે તો તેના રાઇટ્‌સ ખરીદી લેશે. લેડી પોલીસની ભૂમિકા ભજવનાર અભિનેત્રીઓ પાસથી રોહિત કોઇ એન્ટી ગ્રેવિટી એક્શન સીન્સ કરાવશે નહીં, પણ તાપસી પન્નુ સ્ટારર ‘બેબી’ અને ‘નામ શબાના’ જેવી ફિલ્મોની કથાની જેમ ફિલ્માવવાની કોશિશ કરશે.

Related posts

फिल्म भारत के लिए बनाया जाएगा वाघा-अटारी बॉर्डर

aapnugujarat

ઇશા ગુપ્તા કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં નજરે પડશે

aapnugujarat

‘दबंग 3’ से मेरा कोई संबंध नहीं : मलाइका

aapnugujarat

Leave a Comment

UA-96247877-1