Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓવૈસીમાં દમ હોય તો મારી ચૂંટણી લડીને બતાવે : સંગીત સોમ

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીથી પહેલા અત્યારથી માહોલ ગરમ થવા લાગ્યો છે. આ વખતે પ્રદેશમાં એઆઇએમઆઇએમ પણ કિસ્મત અજમાવી રહ્યું છે. આ દરમિયાન સરધનાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંગીત સોમે સ્પષ્ટ રીતે અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો છે. સંગીત સોમનું કહેવું છે કે, જાે દમ હોય તો અસદુદ્દીન ઓવૈસી ખુદ સરધનાથી મારી સામે ચૂંટણી લડીને બતાવે.
અસદુદ્દીન ઓવૈસીના પશ્ચિમી ઉત્તર પ્રદેશની મુલાકાત પર સંગીત સોમે કહ્યું કે, ઓવૈસીમાં દમ હોય તો ખુદ મારી વિરુદ્ધ ચૂંટણી લડે, ચમચાઓને ના લડાવે. સંગીત સોમે કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસી જેવા અનેક નેતા આવ્યા અને ગયા, અમે આ વખતે ૩૫૦ સીટોની સાથે યોગી આદિત્યનાથને પ્રદેશના મુખ્યમંત્રી બનાવીશું. સંગીત સોમે કહ્યું કે, ઓવૈસીના ભાઈએ હૈદરાબાદમાં ૧૫ મિનિટ માટે પોલીસ હટાવી દેવા કહ્યું હતું, હું યાદ અપાવું કે આ હૈદરાબાદ નથી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે. જાે અહીં પોલીસ હટી ગઈ તો વિચારી લો શું થશે.
કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂતોના આંદોલનને લઈને સંગીત સોમે કહ્યું કે, આના માધ્યમથી બીજેપીની વિરુદ્ધ માહોલ બનાવવાનો અસફળ પ્રયત્ન થઈ રહ્યો છે. સંગીત સોમે કહ્યું કે, આંદોલનની ખેડૂતો પર કોઈ અસર નથી પડી રહી, કેમકે શેરડીના ખેડૂતો ખુશ છે. તેમનું ખાંડ મીલો પર એક પૈસો પણ લેણું નથી. સંગીત સોમે કહ્યું કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારે સૌને સુરક્ષિત વાતાવરણ આપ્યું છે. ગત સરકારની માફક ક્રાઇમ નથી થતા, માતાઓ નિશ્ચિંત છે, કેમકે બહેન-દીકરીઓ સુરક્ષિત છે.

Related posts

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૮મી ફેબ્રુઆરીથી સુનાવણી થશે

aapnugujarat

कश्मीर में केंद्र ने ब्लंडर किया हैं : ममता

aapnugujarat

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસનો જયકાર

editor

Leave a Comment

UA-96247877-1