Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૮મી ફેબ્રુઆરીથી સુનાવણી થશે

સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા વિવાદ ઉપર અતિમહત્વપૂર્ણ સુનાવણી શરૂ થઇ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ખુબ જ ગરમાગરમ ચર્ચા અને દલીલબાજી થઇ હતી. સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે આ મામલાની સુનાવણી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી સુધી ટાળી દેવાની માંગ કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે હજુ સુધી કાગળ પરની કાર્યવાહી પણ પુરી થઇ નથી. કોર્ટના આ ચુકાદાની અસર દેશમાં મોટાપાયે થઇ શકે છે. મામલામાં વહેલીતકે સુનાવણીની જરૂરિયાત દેખાતી નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ આના પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે, તમામ સંબંધિત પક્ષકારો જાન્યુઆરીમાં સુનાવણી માટે તૈયાર થઇ ગયા હતા અને હવે કહી રહ્યા છે કે, જુલાઈ ૨૦૧૯ બાદ સુનાવણી હાથ ધરવામાં આવે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, આ પ્રકારની દલીલબાજીથી આઘાત લાગ્યો છે. આ પહેલા ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની ખાસ બેંચ સમક્ષ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટથી સાત જજની બેંચ બનાવવા માંગ કરી હતી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, રામ મંદિરના કાયદાકીય સમાધાન શાસક પાર્ટીના ઘોષણાપત્રમાં સામેલ છે. જો હાલમાં સુનાવણી થશે તો રાજકીય ભવિષ્ય ઉપર અસર થશે. આના ઉપર ચીફ જસ્ટિસ મિશ્રાએ કહ્યું હતું કે, બહાર શું થઇ રહ્યું છે તેની સાથે તેમને કોઇ લેવા દેવા નથી. આના ઉપર કોર્ટમાં શાસક અને વિપક્ષના વકીલો વચ્ચે અઢી કલાક સુધી જોરદાર ગરમાગરમી થઇ હતી. ત્યારબાદ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ બેંચ મામલામાં સુનાવણી કરશે. કોર્ટે આગામી સુનાવણી માટે ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૮ની તારીખ રજૂ કરી હતી. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે મામલા સાથે જોડાયેલા તમામ વકીલોને કહ્યું છે કે, કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજોને પુરા કરી લેવામાં આવે જેથી મામલાની સુનાવણી ટાળી શકાય નહીં. સૌથી પહેલા શિયા વક્ફ બોર્ડ તરફથી દલીલો કરવામાં આવી હતી.
શિયા વક્ફ બોર્ડના વકીલે વિવાદાસ્પદ સ્થળ મંદિર બનાવવાનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ શિયા વક્ફ બોર્ડની આ દલીલ સુન્ની વક્ફ બોર્ડે ફગાવી દીધી હતી અને આની સામે વાંધો ઉઠાવ્યો હતો. સુન્ની બોર્ડે કહ્યું હતું કે, હજુ મામલા સાથે જોડાયેલા દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી. આ દલીલબાજી વેળા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુન્ની બોર્ડના ધઆદાવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોર્ટમાં તમામ દસ્તાવેજો જમા કરી દેવામાં આવ્યા છે. સુનાવણી કરી રહેલી સ્પેશિયલ બેંચમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર પણ સામેલ છે. સુન્ની બોર્ડની મામલાને લઇને રજૂઆત બાદ ઉગ્ર બોલાચાલી થઇ હતી. સિબ્બલે ૨૦૧૯ લોકસભા ચૂંટણી સુધી આ મામલાની સુનાવણી ટાળી દેવાની રજૂઆત કરી હતી. સુન્ની બોર્ડના બીજા વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, જો દરરોજ સુનાવણી થશે તો તેને પૂર્ણ થવામાં એક વર્ષ લાગશે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, જ્યારે આ મામલાની સુનાવણી થાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાને જાળવવાની પડકારની સ્થિતિ હોય છે.

Related posts

सोनभद्र कांड-प्रियंका की हिरासत के खिलाफ कांग्रेस सांसदों ने संसद परिसर में प्रदर्शन किया

aapnugujarat

લોકસભા ચૂંટણી વહેલી યોજાવા પર પૂર્ણવિરામ

aapnugujarat

जीएसटी पर संसद के विशेष सत्र में शामिल नहीं होगी कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1