Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જાેઇએ ઃ સંજય રાવત

દેશમાં ઓક્સિજનના અભાવ એક પણ મોત ન થયાના કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ વિપક્ષે સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ બાદ શિવસેનાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે આ નિવેદન પછી ઓક્સિજનના અભાવને કારણે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને શું થયું હશે? સંજય રાઉતે કહ્યું કે, જૂઠ્ઠાણા બદલ સરકાર વિરુદ્ધ કેસ નોંધાવો જાેઇએ. આ સિવાય પેગાસસ કેસમાં પણ સંજય રાઉતે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ આ જાસૂસી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને સુપ્રીમ કોર્ટની દખલની માંગ કરી રહ્યો છે, જાે રવિશંકર પ્રસાદ વિપક્ષમાં હોત તો તેમણે પણ આ જ માંગ કરી હોત, આ માંગણી કરવામાં આવી રહી છે તો પછી સરકારે સત્ય બહાર આવવા દેવુ જાેઈએ. જ્યારે તમે કશું ખોટું કર્યું નથી, તો પછી ડરની વાત શું છે?

Related posts

દલાલ સ્ટ્રીટમાં પ્રવાહી સ્થિતિ રહેવાનાં સંકેતો

aapnugujarat

जीएसटी : बैंक चार्ज और इंश्यारेन्स प्रीमियम बढेंगे

aapnugujarat

નોટબંધીના લીધે તમામ નાણાં બહાર કાઢવા પડ્યા છે : મોદી

aapnugujarat

Leave a Comment

URL