Aapnu Gujarat
ગુજરાત

ગીર સોમનાથના શૈલેષ બારડની રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણુંક

મહેન્દ્ર ટાંક, ગીર-સોમનાથ

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનના યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને આહિર સમાજનું ગૌરવ એવા ભાઈ શૈલેષ કે. બારડ ની ભારત સરકારના રેલવે મંત્રાલયના પશ્ચિમ રેલવે ઝોનની ઝોનલ રેલવે વપરાશકર્તાઓની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ અંતર્ગત શૈલેષ કે. બારડનો કાર્યભાર પશ્ચિમ ઝોનના સભ્ય તરીકે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય અને મધ્ય પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં રહેશે.આ અંતર્ગત ભારત સરકારના રેલવે મંત્રાલય ના બંધારણ મુજબ આ સમિતિમાં રાજ્યમાં થી સરકારના પ્રતિનિધિ તરીકે એક ધારાસભ્ય અને એક IAS ની નિમણુંક કરવા પાત્ર હોય છે. સાથે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ઝોનમાંથી ૧૦ સાંસદ સભ્ય ( ૭ લોકસભા સાંસદ અને ૩ રાજ્યસભા સાસંદ ) ની નિમણુંક કરવા પાત્ર છે.આ અંતર્ગત ઝોનલના સભ્ય તરીકે શૈલેષ કે. બારડ ની સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ (3 ધારાસભ્ય , 10 સાંસદ અને 3 IAS ) સહીત કુલ ઝોનના ૩૨ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
ગૌરવની વાત એ છે કે શૈલેષ કે. બારડ સેવાકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ કાર્ય કરી રહ્યા છે. તેમજ તેવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન અને સાઉથ એસીઅન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સૌરાષ્ટ્ર-કચ્છ અને દિવ ઝોનના પ્રેસિડેન્ટ છે. તદ ઉપરાંત તેવો બીજી ૧૦ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.શૈલેષ કે. બારડ એ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન સહીત, રેલવે મુસાફરો ને ક્યાંય પણ અગવડતાના પડે અને કેન્દ્ર સરકારના તમામ લાભ અને સુવિધા રેલવે યાત્રીઓને મળે તથા રેલવે સ્ટેશનનું આધુનિકરણ અને ડિજિટીલાઈજેશન સહીતની વ્યવસ્થા ઉપર ભાર આપવામાં આવશે. રેલવે યાત્રીઓ અને સરકાર વચ્ચે સંકલન જાળવીને મોદી સરકારના સુશાસનનો લાભ છેવાડાના માનવીને મળે તે માટે હર હંમેશ કાર્ય કરવા તત્પરતા બતાવી છે.
આ કમિટીમાં મને સહભાગી કરવા બદલ શૈલેષ કે. બારડએ ભારત સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ, કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ , ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત રાજ્યના રેલવે મંત્રી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ,સાસંદ પૂનમ માડમ, સાસંદ વિનોદભાઈ ચાવડા, મંત્રી વાસણભાઇ આહિર,મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય રાજસીભાઈ જોટવા, સાસંદ રાજેશભાઈ ચુડાસમા સહીત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બધા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ છે.

Related posts

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંબાજી મુકામે માતાજીના દર્શન કર્યા

aapnugujarat

સિવિલમાં ચાર પગવાળી પાંચ મહિનાની બાળકીનું સફળ ઓપરેશન કરાયું

aapnugujarat

ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે મીડીયા પ્રશિક્ષણ વર્ગ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1