Aapnu Gujarat
રમતગમત

ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી, પંત સહિત ૨ ખેલાડી પોઝિટિવ

અત્યારે બંનેની સ્થિતિ કાબૂમાં છે. પોઝિટિવ આવ્યા બાદ એક ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બીજા પ્લેયરનો ટેસ્ટ ૧૮ જુલાઈના કરવામાં આવશે. ૧૮ જુલાઈના આઇસોલેશનમાં પ્લેયરનો ૧૦મો દિવસ હશે. રવિવારના બીજા ખેલાડીનો ટેસ્ટ થશે. નેગેટિવ આવવા પર જલદી તે ખેલાડી પણ ટીમના કેમ્પ સાથે સામેલ થશે. જાે ટીમના પ્લાનની વાત કરીએ તો તમામ ખેલાડીઓ લંડનમાં ભેગા થઈ ગયા છે, તમામ હવે ડરહમ જશે. ફક્ત જે ખેલાડી પોઝિટિવ છે, તેઓ નહીં જાય. બબલમાં સામેલ થતા પહેલા તમામ ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે ખેલાડીઓએ ૩-૪ દિવસ પહેલા જ વેક્સિનનો બીજાે ડોઝ લીધો છે. બીસીસીઆઈ તરફથી ચિઠ્ઠીમાં ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે ખેલાડીઓ વિમ્બલડન અને યુરો જાેવા ના જાય. ઇંગ્લેન્ડ સામેની સીરિઝ પહેલા આ ચિંતાનો વિષય બની શકે છે. જાે કે અત્યારે ખેલાડીઓ ઠીક છે, નિયમોનું પાલન કરી રહ્યા છે અને રેગ્યુલર તમામનો ટેસ્ટ કરવામાં આવવાનો છે.

Related posts

भारतीय क्रिकेट टीम की जर्सी पर जल्द ही ओप्पो की जगह लेगा बायजूस

aapnugujarat

लंबे समय तक भुला नहीं सकूंगा विश्व कप की हार : ट्रेंट बोल्ट

aapnugujarat

गेल और मलिंगा को नहीं मिला खरीददार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1