Aapnu Gujarat
રમતગમત

બાબર આઝમે સૌથી ઝડપી ૧૪ વનડે સદી ફટકારી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે વનડેમાં સૌથી ઝડપી ૮૧ ઈનિંગમાં ૧૪ સદી નોંધાવી છે. ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ખેલાડી બની ગયો છે. આની પહેલાં દક્ષિણ આફ્રિકાના બેટ્‌સમેન હાશિમ આમલાના નામે આ રેકોર્ડ હતો. હાશિમે ૮૪ ઈનિંગમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો.બાબરે આ અંગે ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ ઓવરટેક કરી દીધો છે. કોહલીએ ડેબ્યુ પછી ૧૦૩ વનડે ઈનિંગમાં ૧૪ સદી નોંધાવી હતી. સૌથી ફાસ્ટેસ્ટ સદીના રેકોર્ડમાં કોહલી દુનિયાનો ચોથા નંબરનો બેટ્‌સમેન બની ગયો હતો.પાકિસ્તાની કેપ્ટન બાબરે આ સિદ્ધિ ઇંગ્લેન્ડ સામે ૧૩ જુલાઈએ બર્મિંઘમની વનડે મેચમાં મેળવી હતી. આ મેચમાં બાબરે સદી મારી હોવા છતાં પાકિસ્તાની ટીમ મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે ૩-૦થી પાકિસ્તાની ટીમને હરાવી હતી.ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ટોસ હારીને પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં ૯ વિકેટે ૩૩૧ રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન બાબરે ૧૩૯ બોલમાં ૧૫૮ રન માર્યા હતા. આ તેનો વનડેમાં બેસ્ટ સ્કોર છે. વિકેટકીપર મોહમ્મજ રિઝવાને ૭૪ અને ઇમામ ઉલ હકે ૫૬ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે બ્રાઇડન કોર્સે સૌથી વધુ ૫ વિકેટ લીધી, જ્યારે સાકિબ મહમૂદે ૩ સફળતા મેળવી હતી.જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૪૮ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૩૩૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઈંગ્લિશ પ્લેયર જેમ્સ વિંસે ૯૫ બોલમાં ૧૦૨ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. લુઇસ ગ્રેગરીએ ૭૭ રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી હારિસ રાઉફે સૌથી વધુ ૪ વિકેટ અને શાદાબ ખાને ૨ વિકેટ લીધી હતી.ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ અત્યારસુધી ૨૫૪ વનડેમાં ૪૩ સદી સાથે ૧૨ હજાર ૨૧૯ રન બનાવ્યા છે, જ્યારે હાશિમ આમલાએ ૧૮૧ વનડેમાં ૨૭ સદી સાથે ૮ હજાર ૧૧૩ રન બનાવ્યા હતા. આમલાએ છેલ્લી વનડે ૨૮ જૂન ૨૦૧૯ના રોજ શ્રીલંકા સામે રમી હતી.

Related posts

શ્રીલંકા ટૂર પહેલાં હાર્દિક પંડ્યાએ તૈયારીઓ શરૂ કરી

editor

આવતીકાલે ભારત અને આફ્રિકા વચ્ચે બીજી ટ્‌વેન્ટી મેચને લઇ ઉત્સાહ

aapnugujarat

કન્ફડરેશન કપ : પોર્ટુગલ-મેક્સિકો વચ્ચે મેચ ડ્રો રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1