Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે ભારત અને આફ્રિકા વચ્ચે બીજી ટ્‌વેન્ટી મેચને લઇ ઉત્સાહ

સેન્ચુરિયન ખાતે આવતીકાલે ભારત અને યજમાન દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટ્‌વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. ભારતીય ટીમ પ્રથમ મેચ ૨૮ રને જીતી લીધા બાદ શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાના ફોર્મને જોતા આ શ્રેણીમાં તેની જીત નક્કી દેખાઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. પ્રથમ ટ્‌વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. આની સાથે ભારતે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમ આફ્રિકામાં ૨૫ વર્ષ બાદ ઇતિહાસ રચી શકી છે. તે પહેલા પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી. પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં જોરદાર દેખાવ કર્યા બાદ એકબાજુ ભારતીય ટીમ ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરનાર છે. બીજી બાજુ આફ્રિકા શ્રેણીને જીવંત રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Related posts

भारत में मिस करने लायक कुछ भी नहीं : विजय माल्या

aapnugujarat

पंत को परिपक्व होने में समय लगेगा : पीटरसन

aapnugujarat

‘ગૌતમ ગંભીર મારા જીવનનો સૌથી નકારાત્મક ખેલાડી’ : પેડી એપ્ટોન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1