Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકા ટૂર પહેલાં હાર્દિક પંડ્યાએ તૈયારીઓ શરૂ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શ્રીલંકા ટૂર પર જવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંડ્યાએ તેની જાણકારી સો.મીડિયા મારફતે આપી છે. હાર્દિકે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વર્કઆઉટ બાદ એક સેલ્ફી પોસ્ટ કરી છે. આ સેલ્ફીમાં પંડ્યા જીમમાં પોતાની બોડી દેખાડતો જાેવા મળી રહ્યો છે. અને સાથે કેપ્શન લખ્યું- વર્ક મોડ ઓન.
હાર્દિક પંડ્યા છેલ્લા આઇપીએલ ૨૦૨૧માં રમ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને તે બાદ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝ સ્કવોડમાં તેને સામેલ કરવામાં આવ્યો નથી. પણ આગામી મહિને શ્રીલંકામાં લિમિટેડ ઓવર્સની સીરિઝ માટે તેનું સિલેક્શન ભારતીય ટીમમાં કરવામાં આવ્યું છે. જેમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચોની સીરિઝ રમશે.
ભારતીય ટીમ ૧૩ જુલાઈથી વન-ડે સીરિઝ રમશે અને ૨૪ જૂને ટૂર માટે રવાના થશે. હાર્દિક અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સો.મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાની કોઈપણ નવી જાણકારી પોતાના ફેન્સને સો.મીડિયામાં આપે છે. આ ઉપરાંત તેઓ પોતાના પુત્ર અગસ્ત્યની તસવીરો પણ શેર કરતા હોય છે.

Related posts

मिताली राज ने की BCCI की तारीफ

editor

अमेरिका ओपन : ब्रेडी को हरा ओसाका फाइनल में

editor

BCCIએ ખેલાડીઓને આપ્યા જંગી કોન્ટ્રાક્ટ

editor

Leave a Comment

UA-96247877-1