Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા પ્રશાસને વિવિધ સંસ્થાઓના સહયોગથી બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલ્યા

રાજ્ય સરકારના આપત્તિ નિવારણ વિભાગ સાથે સંકલનમાં રહીને જિલ્લા કલેકટર પી.ભારતીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પ્રશાસને રાજ્યના પૂર અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટસ મોકલવાની કામગીરી હાથ ધરી છે. તદઅનુસાર, સોમવારના રોજ અટલાદરા અને કારેલીબાગ સ્વામીનારાયણ મંદિરોના સહયોગથી ૧૫ હજાર ફૂડ પેકેટસ તૈયાર કરવામાં આવ્યા હતા. તેની ખેપ આજે સવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પહોંચાડવામાં આવી હતી. આજે પણ ફૂડ પેકેટસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને લગભગ ૨૦ હજાર વધુ ફૂડ પેકેટસ બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવશે તેમ પ્રાંત અધિકારી (વડોદરા શહેર) શ્રી ડી.આર.પટેલ દ્વારા જણાવાયુ છે.

Related posts

આઈપીએલ સટ્ટાકાંડમાં ઝડપાયેલા જેપી સિંહની ધરપકડ પૂર્વેની મંજૂરી કયાં સુધીમાં લાવશો : ગુજરાત હાઈકોર્ટનો સીબીઆઈને પ્રશ્ન

aapnugujarat

બનાસકાંઠામાં કાતિલ કોરોનાની એન્ટ્રી…..

editor

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1