Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય

 

રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના અમલી છે. તેના હેઠળ સન ૨૦૧૭-૧૮ના વર્ષમાં અનુસૂચિત જાતિઓના દસમા ધોરણની બોર્ડ પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૬૯.૫ ટકા કે તેથી વધુ ટકાવારી સાથે પાસ કરનારા અને હાલમાં વિજ્ઞાન પ્રવાહના ૧૧મા ધોરણમાં ભણનારા વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓને પિતા/વાલીની વાર્ષિક આવક રૂા. ૧,૫૦,૦૦૦/- થી ઓછી હોય એ શરતે સહાય મળવાપાત્ર છે. સંબંધિતોને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મેળવવા માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, આદિવાસી ગેસ્ટ હાઉસ સામે, રેફરલ હોસ્પિટલ સામે, છોટાઉદેપુર પાસેથી તા.૩૧/૦૮/૨૦૧૭ સુધીમાં સહાયની અરજીઓ મેળવી લેવા વડોદરા કચેરી દ્વારા જણાવાયુ છે.

Related posts

ઠક્કરનગર વિસ્તારમાં આવેલ અંબિકા પેટ્રોલપંપનાં કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ન આપતાં ત્રણ શખ્સોએ ઢોર માર માર્યો

aapnugujarat

કુંતલપુર ગામે મહિલાનાં પ્લોટ ઉપર શખ્સનો કબ્જો

editor

કેવડિયામાં ત્રણ થી છ માર્ચ ત્રિ-દિવસીય ડિફેન્સ કોન્ફરન્સ યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1