Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના બટાટાની બાગાયતી ખેતી કરવા ખેડૂતોને સૂચના

ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ માટે બાગાયત ખાતા દ્વારા રાજ્યના બટાટાના ઉત્પાદન કરતા ખેડૂતોને પોતાનો માલ કોલ્ડ સ્ટોરેજમાંથી તા.૩૧/૦૮/૨૦૧૭ સુધીમાં નિકાલ કરે તો જ તેઓને એક કટ્ટા દીઠ રૂા. ૫૦/- ની સહાય ખેડૂત દીઠ મહત્તમ ૬૦૦ કટ્ટા સુધી અરજી કર્યા બાદ સહાયનો લાભ મળવાાપાત્ર રહેશે. યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતોએ નિકાલ કરતા પહેલા ભાગ-૧ સાથે પુરાવા તરીકે ૭-૧૨ તથા ૮-અ ની અસલ નકલ, કોલ્ડ સ્ટોરેજમાં મુકેલ બટાટાની વિગત તથા સ્ટોક ખરાઇનું પ્રમાણપત્ર, કોલ્ડ સ્ટોરેજમાં મુકેલ બટાટાનો જથ્થો દર્શાવતી પાવતિઓ રજુ કરવાના રહેશે. આ યોજનામાં ખેડૂતે નિકાલ કર્યા બાદ ભાગ-૨ સાથે બટાટા વાવેતરનો તલાટીનો દાખલો, કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના નિકાલ અંગેનો અસલ ગેટપાસ, આધાર નંબર લીંક કરેલ બેંકની નકલ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રાવપુરા પોલીસ સ્ટેશનની પાછળ, કોઠી ચાર રસ્તા, રાવપુરા, વડોદરા ખાતે રૂબરૂ કે ટપાલ દ્વારા તાત્કાલિક દિન ૧૦માં રજુ કરવા જણાવાયુ છે.

Related posts

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ૨૪,૦૦૦ કરોડથી વધુ રકમનો સિવિલ કોન્ટ્રાક્ટ અપાયો

editor

હાલોલમાં ૫૦૦ – ૧૦૦૦ની જુની નોટો સાથે શખ્સ ઝડપાયો

editor

સત્યાગ્રહ થી સ્વચ્છાગ્રહ કાર્યક્રમ હેઠળ વડોદરા સહિત મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના સ્વચ્છતાગ્રહીઓ બિહારમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1