Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરાખંડના સીએમ તરીકે પુષ્કરસિંહ ધામીની પસંદગી

ઉત્તરાખંડમાં તિરથસિંહ રાવતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્ય પ્રધાનની પસંદગીને લઈને રાજકીય હલચલ વધી ગઈ હતી. રાજ્યમાં ભાજપના નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને ડી પૂર્ણેશ્વરી દહેરાદૂન ખાતે પાર્ટીના મુખ્યાલયમાં બેઠક શરૂ કરી છે. જેમા ઉત્તરાખંડના સીએમ તરીકે યુવા નેતા પુષ્કરસિંહ ધામીની પસંદગી કરવામાં આવી છે.
આ પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યુવા પુષ્કર ધામી (ખાટીમાથી ભાજપના ધારાસભ્ય), ડીડીહાટ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ બિશનસિંહ ચૂફાલ અથવા ત્રિવેન્દ્રસિંહ રાવતમાંથી એક ઉત્તરાખંડના નવા સીએમ બની શકે છે. ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ અંતે મુખ્યમંત્રી પદ માટે પુષ્કર સિંહ ધામીનું નામ નક્કી થઈ ગયું છે.પુષ્કરસિંહ ધામી ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ આરએસએસના પણ નજીકના ગણાય છે. પુષ્કર ધામી સીમાંત વિધાનસભા મત વિસ્તાર ખટિમાથી બે વખત ધારાસભ્ય ચૂંટાયા છે. તેઓ રાજ્યના અન્ય મુખ્યમંત્રીઓ કરતા યુવા છે.પૌડીથી સાંસદ તીરથ સિંહ રાવત ૧૦મી માર્ચના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે પોતાના પદ પર બની રહેવા માટે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં વિધાનસભાના સભ્ય બનવાનું હતુ. રાજ્યમાં વિધાનસભાની બે સીટો ગંગોત્રી અને હલદવાની ખાલી છે જયાં પેટાચૂંટણી થવાની છે. અટકળો હતી કે રાવત ગંગોત્રી સીટ પરથી પેટાચૂંટણી લડી શકે છે પરંતુ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં જ વિધાનસભા ચૂંટણીને જાેતા મુશ્કેલ મનાતું હતું કે ચૂંટણી પંચ પેટાચૂંટણી કરાવે.તીરથના રાજીનામાં બાદ સાફ થઇ ગયું છે કે ખાલી બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થશે નહીં.

Related posts

ભાજપ સમાજને વિભાજીત કરવા ઇચ્છે છે : સુરજેવાલા

aapnugujarat

શ્રીનગરમાં હોસ્પિટલ પર હુમલો કરી ત્રાસવાદીને છોડાવી લેવાયો

aapnugujarat

રાફેલ મામલે ચોકીદાર ચોર હૈ ના નિવેદન પર કોંગ્રેસ પ્રમુખ રાહુલે ફરી એકવાર માફી ન માંગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1