Aapnu Gujarat
બિઝનેસ

જામનગર જિલ્લા સહકારી બેંકમાં કેસરીયો લહેરાયો

જામનગર જિલ્લા સહકારી બેંકના હોદ્દેદારોની ચૂંટણીમાં આજે કોંગ્રેસ પ્રેરિત જૂથ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ પ્રેરિત સફળ થયું છે. જામનગર સહકારી બેંકના નવા ચેરમેન તરીકે ભાજપના અગ્રણી પી.એસ.જાડેજા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.જામનગર જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટરો માટે અગાઉ મતદાન પૂર્ણ થયા બાદ ડાયરેક્ટરો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોદ્દેદારોની ચૂંટણી થઇ હતી. પરંતુ આજે જામનગર શહેરમાં મહેસુલ સેવા સદન ખાતે જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગરના અધ્યક્ષ સ્થાને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જાેકે જામનગર જિલ્લા સહકારી બેંકમાં કુલ ૧૨ ડાયરેક્ટર ભાજપ પ્રેરિત જૂથના હોય જેથી ચૂંટણીની પ્રક્રિયા બિનહરીફ જાહેર કરવામાં આવી હતી જેમાં જામનગર જિલ્લા સહકારી બેંક ના નવા ચેરમેન તરીકે પીએસ જાડેજા તેમજ વાઇસ ચેરમેન તરીકે રાજુભાઈ વાદી તથા એમ.ડી. તરીકે લુણાભા સુંભણીયા અને એપેક્સ બેંકના ડાયરેકટર તરીકે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાની વરણી કરવામાં આવી હતી. જાેકે ચૂંટણીની પ્રક્રિયા સમયે જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.જાેકે જિલ્લા સહકારી બેંકમાં કોઈ પ્રત્યેક્ષ રાજકારણ હોતું નથી, પરંતુ પરોક્ષ રીતે રાજકીય પક્ષના માધ્યમથી પ્રેરિત જૂથના આગેવાનો ડાયરેક્ટર તરીકે ચૂંટણી લડતા હોય છે, ત્યારે જામનગર જિલ્લા સહકારી બેંકમાં અગાઉ કોંગ્રેસ પ્રેરિત જૂથનું શાસન હતું પરંતુ જે રીતે ગત વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સહકારી ક્ષેત્રના આગેવાનો કોંગ્રેસથી નારાજ થયેલા અને કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલ હોય જેથી હવે નવા સમીકરણો મુજબ જામનગર જિલ્લા સહકારી બેંકમાં કોંગ્રેસ પ્રેરિત જૂથ પાસેથી સત્તા છીનવી લેવામાં ભાજપ પ્રેરિત જૂથને સફળતા મળી છે. જામનગર જિલ્લા સહકારી બેંક પર હવે કેસરિયો લહેરાયો છે.

Related posts

અમેરિકાએ ચીની ઉત્પાદો પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૧૦%થી વધારી ૨૫% કરી

aapnugujarat

આઠ દિવસથી ચાલતી તેજી પર બ્રેક : સેંસેક્સમાં ઘટાડો

aapnugujarat

સરકારી બેંકોમાં ૮૩૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવા માટેની હિલચાલ

aapnugujarat

Leave a Comment

URL