Aapnu Gujarat
ગુજરાત

સિહોરના ટાણા ખાતે મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં તેમજ ખાડાવાળી જગ્યાઓમાં પાણી ભરાઇ રહેતું હોય છે. જેને લીધે આ ખાડાઓમાં તેમજ નિચાણવાળા ભાગોમાં મચ્છરની મોટા પ્રમાણમાં ઉત્પત્તિ થતી હોય છે.આ મચ્છર કરડવાને કારણે મેલેરિયા જેવા રોગોનું પ્રમાણ ચોમાસામાં વધતું હોય છે. આ મેલેરિયા રોગના પ્રસરણ માટે મચ્છરો જવાબદાર છે. ત્યારે આ મચ્છરોના નિયંત્રણ માટે વિવિધ પ્રયોગો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત પોરા ભક્ષક ગપ્પી માછલીનો નવતર પ્રયોગ છેલ્લા ઘણાં સમયથી વધ્યો છે. આ પ્રયોગમાં પોરા ભક્ષક માછલીઓને પાણી ભરેલા ખાડાઓમાં કે નાના તળાવ કે ખાબોચિયામાં મૂકવામાં આવે છે. આ માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છર દ્વારા ઈંડા સ્વરૂપે મુકવામાં આવતા પોરા છે. આ માછલીઓ મચ્છરના ઈંડાને ખોરાક તરીકે આરોગી જાય છે. જેથી મચ્છરની ઉત્પત્તિ થતી અટકે છે અને મચ્છરોના પ્રમાણને કુદરતી રીતે ઘટાડી શકાય છે.

Related posts

ખેડુતોને આર્થિક સહાય કરવાની માંગ સાથે કોંગ્રેસનુ તંત્રને આવેદન

editor

રેશમા-વરૂણ પટેલ ભાજપમાં જોડાતાં પાટીદારમાં ભારે રોષ

aapnugujarat

હિંમતનગરમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1