Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં ફરીથી વેગવંતો બન્યો પર્યટન ઉદ્યોગ

હિમાચલ પ્રદેશમાં કોરોનાના કહેરના અંત સાથે જ પર્યટન ઉદ્યોગ ફરીથી ફુલ્યો ફાલ્યો છે. શનિવારે રાતે શિમલાની મોટા ભાગની હોટેલ્સ પેક થઈ ગઈ હતી જેથી રૂમ ન મળવાના કારણે પ્રવાસીઓએ ગાડીઓમાં જ રાત વિતાવવી પડી હતી. પ્રવાસીઓનો ધસારો એટલો વધારે હતો કે, ગાડી પાર્ક કરવા માટે જગ્યા મળવી પણ મુશ્કેલ બની ગઈ હતી.કેટલાક પ્રવાસીઓ રૂમની તલાશમાં મશોબરા, શોઘી, કુફરી સુધી પહોંચી ગયા હતા જ્યારે કેટલાક સહેલાણીઓએ ગાડીઓમાં જ રાત વિતાવી હતી. મનાલી, મૈક્લોડગંજ, ચંબાના ડલહૌજી, ખજ્જિયાર, સોલનના ચાયલ, કસૌલી ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જાેવા મળ્યો હતો.ધર્મશાળાના દુર્ગમ પર્યટન સ્થળ એવા ત્રિયૂંડમાં ૮૦૦ પ્રવાસીઓ પહોંચી ગયા હતા. બીડ બિલિંગમાં ૯૦ ટકા હોટેલ્સ બુક રહી હતી અને હોટેલ્સના એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે. ચાલુ મહિના દરમિયાન વીકેન્ડ પર રેકોર્ડ સંખ્યામાં મુસાફરો શિમલા સહિતના પ્રદેશના તમામ પર્યટન સ્થળોએ નોંધાયા હતા. પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે છેલ્લા વીકેન્ડ વખતે આશરે ૨૨,૦૦૦ વાહનોએ શોઘી બેરિયર ખાતેથી અવર-જવર કરી હતી.લગભગ ૧૧,૦૦૦ જેટલા વાહનો શિમલા શહેરમાં દાખલ થયા હતા. પ્રવાસીઓના વાહનોને નિયંત્રિત કરવા માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. વીકેન્ડ પર આશરે ૨૯,૦૦૦ લોકોએ સક્ર્યુલર રોડથી માલ રોડ જવા અને માલ રોડથી સક્ર્યુલર રોડ પહોંચવા માટે પર્યટન વિકાસ નિગમની લિફ્ટનો ઉપયોગ કર્યો હતો.

Related posts

पंजाब पुलिस ने आतंकी साजिश का भंडाफोड़ किया

aapnugujarat

सिद्धू ने पंजाब कैबिनेट से दिया इस्तीफा

aapnugujarat

સરકારી યોજનાઓનો લાભ જોઈતો હોય તો લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત : યોગી સરકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1