Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારી યોજનાઓનો લાભ જોઈતો હોય તો લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત : યોગી સરકાર

યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં લગ્ન નોંધણીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને જો રજિસ્ટ્રેશન નહીં કરાવવામાં આવે તો તે દંપતિને દંડ પણ કરવામાં આવી શકે છે, અને તેને મળતી સરકારી યોજનાની સહાય પણ બંધ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયનો પ્રસ્તાવ કેબિનેટમાં મંજૂરી માટે જલ્દીથી મોકલી આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ સુપ્રીમકોર્ટે લગ્નના રજિસ્ટ્રેશનને ફરજીયાત કરવા માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હિમાચલ પ્રદેશ, કેરળ અને બિહાર સરકાર દ્વારા તેને લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવે યુપીની આદિત્યનાથ સરકાર પણ ઉત્તર પ્રદેશમાં આ નિર્ણય અમલી બનાવવા જઈ રહી છે.
આ માટે સરકાર એક એવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહી છે કે, જો લગ્નગ્રથીંએ જોડાયેલા નવ દંપત્તિ દ્વારા રજિસ્ટ્રેશન ન કરાવવામાં આવે તો તે દંપતિને સરકારી યોજનાઓનો લાભ મળી શકશે નહીં.ત્યારે આ અંગે સરકારનું માનવું છે કે, આ નિર્ણયને પગલે લગ્નને લગતી સમસ્યાઓ પર રોક લગાવી શકાય છે.
વધુમાં યોગી સરકારનું કહેવું છે કે, લગ્નમાં જો રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે તો ત્રિપલ તલાક અને લવ જેહાદ જેવી સમસ્યાઓ ઉપર પણ અંકુશ લગાવી શકાય છે.

Related posts

કેન્સરની ૩૯૦ દવાઓની કિંમત ૮૭ ટકા થઈ સસ્તી

aapnugujarat

शिवसेना का सवाल : देश का विकास किसने किया ? और आपातकाल किसने लादा था?

aapnugujarat

ટોળા દ્વારા હત્યાની ઘટના કોંગ્રેસના શાસનમાં વધારે બની : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

URL