Aapnu Gujarat
ગુજરાત

દક્ષિણ ઝોનમાં ડમી સ્ટાફ જ અરજીનો નિકાલ કરે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર કેટલો નિરંકુશ બની ગયો છે એનો વધુ એક પુરાવો દક્ષિણઝોન ટેકસ વિભાગમાં આજે બહાર આવવા પામ્યો છે.દક્ષિણઝોનમાં ડમી સ્ટાફ ખુરશી પર બેસી અને લોકોની અરજીઓનો નિકાલ કરે છે અને ફરજ પરના કર્મચારીઓ બહાર ફરતા ફરે છે.આ મામલે ડેપ્યુટી એસેસર દ્વારા વોર્ડ ઈન્સપેકટરને શો-કોઝ નોટિસ ફટકારવાના પણ આદેશ કરવામાં આવ્યા છે.આ અંગે મળતી માહીતી અનુસાર, દક્ષિણઝોનમાં આજે બપોરના સુમારે નવા મકાનની આકરણી બાબતે ગયેલા નાગરિક વોર્ડ ઈન્સપેકટર ધવલ પટેલ પાસે ગયા તે સમયે ધવલ પટેલ હાજર ન હતા તેમની ખુરશી પર બેસીને મહેશભાઈ નામના પાંચ વર્ષ અગાઉ નિવૃત્ત થઈ ગયેલા કર્મચારી લોકોની અરજીઓનો નિકાલ કરી રહ્યા હતા.
દરમિયાન આ નાગરિકનો વારો આવતા જ મહેશભાઈ નામના વ્યકિતએ કહ્યુ કે, આકારણી નહીં થાય અહીં પાંચ વર્ષ જુની મિલ્કતોની આકારણી કરવામાં આવતી જ નથી.આ પ્રકારનો જવાબ સાંભળી દંગ રહી ગયેલા નાગરિકે ધવલ પટેલને ફોન કરતા ધવલે ફોન રિસીવ જ નકર્યો.બાદમાં તેઓ ડેપ્યુટી એસેસર પાસે જતા ડેપ્યુટી એસેસરનો ફોન પણ ધવલ પટેલે રિસીવ કર્યો ન હતો. ધવલ પટેલની આ વર્તણૂંકથી અકળાયેલા ડેપ્યુટી એસેસરે આસીસ્ટન્ટ મેનેજર પાંડવને બોલાવીને તાકીદની અસરથી ધવલ પટેલને શો-કોઝ નોટિસ ફટકારવાનો આદેશ કર્યો છે.બીજી તરફ આ નાગરિક દ્વારા રેવન્યુ કમિટીના ચેરમેન વલ્લભ પટેલને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે.શહેરના દક્ષિણ ઝોન ઉપરાંત ઉત્તરઝોન અને મધ્યઝોનમાં આવેલા એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં પણ આ પ્રકારે લેભાગુ તત્વો સાંજ પડયે અડીંગો જમાવીને ગેરકાયદેસર બાંધકામો સામે આરટીઆઈ કરનારાઓ સાથે સાંઠગાંઠ કરી બિલ્ડરો મોટી રકમ પડાવતા હોવાની વિગતો પણ બહાર આવવા પામી છે.

Related posts

રાજ્યમાં છેલ્લા ૮૪ દિવસમાં ૨ હજારથી વધુને ભરખી ગયો કોરોના

editor

કાંટાવેડા તેમજ ગોયાસુંડલ ગામમાં દીપડા બે બાળકોને ફાડી ખાધા

editor

માંગરોળ : રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થયેલા ઉષાબેનના હસ્તે મહિલા સ્વ સહાય બચત જૂથોનું સન્માન કરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1