Aapnu Gujarat
રાષ્ટ્રીય

બેન્કો ખાતેદારો પાસેથી આડેધડ વસૂલી રહી છે ચાર્જ

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સહિતની કેટલીક બૅંકો ઝીરો બેલેન્સ ખાતા અથવા મૂળભૂત બચત બૅંક ડિપોઝિટ (બીએસબીડીએ) ખાતા ધરાવતા ગરીબ વ્યક્તિઓને પૂરી પાડવામાં આવતી કેટલીક સેવાઓ પર વધારે ચાર્જ લાદી રહી છે, એમ આઇઆઇટી-બૉમ્બે દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.
બીએસબીડી ખાતાધારકો દ્વારા ચાર કરતા વધારાના દરેક ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે એસબીઆઇએ રૂ. ૧૭.૭૦નો ચાર્જ વસૂલ્યો છે જે યોગ્ય નથી. આ સર્વિસ ચાર્જ લાદવાને પરિણામે એસબીઆઇએ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન આશરે ૧૨ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા વસૂલ્યા હતા. એવી જ રીતે દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅંક પંજાબ નેશનલ બૅંકે આ જ સમયગાળા દરમિયાન ૩.૯ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૯.૯ કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
સપ્ટેમ્બર, ૨૦૧૩ની આરબીઆઇની માર્ગદર્શિકામાં બીએસબીડી ખાતાધારકો પાસેથી ચાર્જ વસૂલવા અંગે જણાવવામાં આવ્યું છે, જે મુજબ આ ખાતાધારકો બૅંકની મુનસફીના આધારે મહિનામાં ચારથી વધુ વખત ઉપાડની મંજૂરી છે અને બૅંક તેના માટે ચાર્જ કરી શકતી નથી. બીએસબીડીએની વિશેષતા નિર્ધારિત કરતી વખતે નિયંત્રણકારોએ સ્પષ્ટ કર્યું હતું કે જાે બચત ખાતું બીએસબીડીએ હોય તો બૅંક મહિનાના ચાર ઉપાડ ઉપરાંત વધારાના ઉપાડ (વેલ્યુ એડેડ સેવા) પર કોઇ ચાર્જ લગાવી શકશે નહીં.

Related posts

અમરનાથ દર્શન માટે ૪૧૯૫ લોકો રવાના

aapnugujarat

હિંદુ ધાર્મિક નેતાઓનું ટાર્ગેટ કિલિંગ આતંકી કૃત્ય ન ગણાય : MADRAS HIGH COURT

aapnugujarat

રેસ્ટોરન્ટમાં મેન્યુમાં ડિસેઝ સાથે કેલોરીનો ઉલ્લેખ રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1