Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘અગ્નિ-પ્રાઇમ’ મિસાઇલનું સફળ પરીક્ષણ

આજે સવારે ૧૦ઃ૫૫ કલાકે ઓડિશાના તટે ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર અગ્નિ સીરિઝની એક નવી મિસાઇલ અગ્નિ-પ્રાઇમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. નવી પરમાણુ સક્ષમ મિસાઇલ સંપૂર્ણ રીતે કમ્પોઝીટ મટિરિયલથી બનેલી છે.
મળતી માહિતી પ્રમાણે, પરીક્ષણમાં મિસાઇલ તમામ માપદંડે સટીક નીકળી છે.સુત્રો અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઇલ તમામ તબક્કે સટીક નીકળી છે. અગ્નિ સીરીઝની આ નવી મિસાઇલ અગ્નિ પ્રાઇમ ૧૦૦૦-૨૦૦૦ કિલોમીટર સુધી સટીક નિશાન લગાવી શકે છે. અગ્નિ પ્રાઇમ પરમાણુ હથિયારો સાથે હુમલો કરવામાં સક્ષમ છે. આશા છે કે આ મિસાઇલને જલ્દી જ સેનામાં સામેલ કરવામાં આવી શકે છે.સમાચાર એજન્સી એએનઆઇએ ડીઆરડીઓના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, પૂર્વ કાંઠાના કિનારે સ્થિત ટેલીમેટ્રી અને રડાર સ્ટેશનોએ મિસાઇલ પર નજર રાખી અને મોનિટરિંગ કર્યું. સમગ્ર લોન્ચ પ્લાન અનુસાર થયું છે. અગ્નિ પ્રાઇમે તેનું મિશન સફળતાપૂર્વક પૂરું કરતાં પરીક્ષણ સફળ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલીવાર વર્ષ ૧૯૮૯માં અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. તે સમય અગ્નિ મિસાઇલની મારક ક્ષમતા લગભગ ૭૦૦થી ૯૦૦ કિલોમીટર હતી. તે બાદ વર્ષ ૨૦૦૪માં આને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી.

Related posts

કોઈપણ કાર્યવાહી વિના પીઓકે ભારતમાં ભળી જશે : રાજનાથ સિંહ

aapnugujarat

J&K को विशेष राज्य का दर्जा: अनुच्छेद 370 के खिलाफ जल्द सुनवाई कर सकता है SC

aapnugujarat

कैप्टन सरकार ने प्राइवेट बिजली कंपनियों को बेच दिया पंजाब : AAP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1