Aapnu Gujarat
ગુજરાત

મહેસાણામા 150 કેન્દ્રો પર સ્પોટ વેકિસનેશનની કામગીરી હાથ ધરાઈ

વિનોદ મકવાણા, મહેસાણા

રાજ્ય સરકાર દ્વારા ૨૧મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ૧૫૦ જેટલા કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેમાં જીલ્લાના સાંસદ શ્રીમતિ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સહિત જીલ્લાના અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત રહી આ રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે માટે સરકારી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રસીકરણ અભિયાનનુ સુચારુ આયોજન કરવામાં આવ્યું હતુ.કોરોના મહામારી સામે રક્ષણ માટે તેમજ સંભવિત ત્રીજી લહેર સામે સુસજજ થવા માટે જિલ્લાના તમામ કેન્દ્રો પર ૧૮ થી ૪૫ વય જૂથના લોકો માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા સાથે રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવતાં લોકો માં સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

આ અભિયાન અંતર્ગત વિસનગર તાલુકાના કાંસા એન.એ.ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ દ્વારા સ્પોટ વેકિસનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉપપ્રમુખ એલ.કે.પટેલ, મહામંત્રીશ્રીઓ મુકેશભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી પંકજભાઈ મોદી, ડૉ.ભાવિકાબેન ઉપરાંત આરોગ્ય કર્મીઓ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાનને લઈને સમગ્ર જિલ્લામાં પ્રથમ દિવસથી જોરદાર પ્રતિસાદ સાંપડયો છે. કોરોના સામે જંગ જીતવા માટે લોકો સ્વયંભૂ રીતે જાગૃત બની ઉત્સાહભેર રસી અપાવવા માટે આરોગ્ય કેન્દ્રો પર આવી રહ્યા છે.

Related posts

अहमदाबाद शहर में स्थित १.४५ लाख एलईडी के लिए ३३ करोड़ से अधिक की रकम खर्च होगी

aapnugujarat

फेसबुक पर फ्रेन्डशिप करके युवक के साथ सृष्टि विरूद्ध का काम

aapnugujarat

શંકરસિંહ વાઘેલા જૂથના સાત ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1