Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે રાહુલ ગાંધીએ શ્વેતપત્ર બહાર પાડ્યું

દેશમાં અત્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને દહેશત છે. કોરોનાની બીજી લહેરે દેશમાં ભારે તબાહી મચાવી હતી. તો હવે ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારના પ્રેસ કૉન્ફરન્સ કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના મુદ્દાને લઇને કેન્દ્ર સરકાર પર ઘણા જ પ્રહારો કર્યા. સાથે જ ત્રીજી લહેરને લઇને સરકારને અનેક સલાહો આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, વૈજ્ઞાનિકોએ કોરોનાએ કોરોનાની બીજી લહેરને લઇને ચેતવ્યા હતા, પરંતુ સરકારે કોઈ એક્શન નહોતી લીધી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આખો દેશ જાણે છે કે ત્રીજી લહેર આવવાની છે, પરંતુ આપણે ફરીથી એ જ ભૂલ કરી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે, બેડ્‌સ, ઑક્સિજન અને અન્ય ચીજાેની તૈયારીઓ જે બીજી લહેરમાં નહોતી થઈ શકી, એ ત્રીજી લહેરના આવ્યા પહેલા કરવી જાેઇએ. કાૅંગ્રેસના શ્વેતપત્રને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, આમાં ત્રીજી લહેરની તૈયારી, બીજી લહેરમાં રહેણી ઉણપ આર્થિક મદદ આપવામાં આવે જેથી જ્યારે થર્ડ વેવ આવે ત્યારે લોકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે વળતરની વ્યવસ્થા કરવી જાેઇએ, જેમના પરિવારમાં કોરાનાથી મોત થયા છે તેમને મદદ આપવામાં આવે. કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બોલ્યા કે, ફક્ત વેક્સિનેશન જ એક ઉપાય છે. ગઇકાલે વેક્સિનેશનમાં સારું કામ થયું. પરંતુ આવું ફક્ત એક દિવસ માટે નહીં, પરંતુ દરરોજ થવું જાેઇએ જેથી તમામને રસી લાગે. રાહુલ ગાંધી બોલ્યા કે વેક્સિનેશનના મામલે રાજ્યોને બીજેપી-કાૅંગ્રેસમાં ના વહેંચો, દરેકે રસી લગાવવી જરૂરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારા વાઇટ પેપર ફક્ત ભૂલોને ઉજાગર કરનારા છે. જાે સરકાર આ ઇનપુટને લે છે તો સરકારને ફાયદો થશે. રાહુલ ગાંધી બોલ્યા કે જ્યારે મનમોહન સિંહે સલાહ આપી તો સરકારના મંત્રીએ મજાક ઊડાવી, પરંતુ ૨ મહિના બાદ સરકારે એ જ કરવું પડ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક એવા લોકોના જીવ ગયા છે, જેમને બચાવી શકાતા હતા. આનું સૌથી મોટું કારણ ઑક્સિજનનો અભાવ, હૉસ્પિટલોમાં બેડ્‌સનું સંકટ હતુ. સરકારે આની તૈયારી પહેલા કરવી જાેઇતી હતી, હવે ત્રીજી લહેરથી પહેલા પણ તૈયારી કરવી પડશે.

Related posts

પ્રવાસી ભારતીય સંમેલન રાજીવ ગાંધીના બહાને કોંગી ઉપર મોદીના પ્રહારો

aapnugujarat

Will order probe into power purchase, other irregularities by previous TDP govt : CM Jagan

aapnugujarat

किसानों के समर्थन में कांग्रेस मार्च : हिरासत में ली गई प्रियंका गांधी वाड्रा

editor

Leave a Comment

UA-96247877-1