Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રીજાે મોરચો ભાજપને પડકાર નથી આપી શકતો : પ્રશાંત કિશોર

ચૂંટણી રણનીતિકાર તરીકે જાણીતા પ્રશાંત કિશોરે તમામ રાજકીય અટકળો વચ્ચે ત્રીજા મોર્ચાને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. પ્રશાંત કિશોરે કહ્યુ, હું નથી માનતો કે કોઇ ત્રીજાે અથવા ચોથો મોરચો વર્તમાન વ્યવસ્થા માટે સફળતાપૂર્વક પડકાર બનીને ઉભરી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે કિશોરે આગામી ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે કોઇ વિપક્ષી મોર્ચા સાથે કોઇ પણ રીતના સબંધનો ઇનકાર કર્યો છે. પ્રશાંત કિશોરનું માનવુ છે કે અજમાયેલુ અને પરખાયેલો થર્ડ ફ્રંટ મોડલ જૂના સમયની વાત છે અને વર્તમાન રાજકીય ગતિશીલતા અનુકૂળ નથી.
મહત્વપૂર્ણ છે કે કિશોરે સોમવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ભાજપનો મુકાબલો કરવા માટે ત્રીજા મોરચાની રચનાની સંભાવના વિશે અટકળો વચ્ચે આ બન્નેની આ બીજી મુલાકાત હતી.
જાેકે, પ્રશાંત કિશોરે કહ્યુ કે આ મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે રાજ્ય દર-રાજ્ય તેની સંભાવના શોધવા માટે ચર્ચા થઇ કે ભાજપ વિરૂદ્ધ લડાઇમાં શું કામ કરીશું અને શું નહી, એક સંભવિત ત્રીજા મોરચાનું મોડલ અત્યારની યોજનામાં સામેલ નથી.
માનવામાં આવે છે કે પ્રશાંત કિશોરે તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. કિશોરે બાદમાં કહ્યુ કે આ જીતે તમામ વિપક્ષી દળોને એક મેસેજ આપ્યુ કે તે પણ ભાજપ સામે ઉભા થઇ શકે છે અને તેને ટક્કર આપી શકે છે.

Related posts

शोपिया में सुरक्षाबलों ने 2 आतंकि ढेर

aapnugujarat

કોઈને પણ દેશના વર્તમાન માળખાની અવગણના કરવાનો અધિકાર નથી : જેટલી

aapnugujarat

टेरर फंडिंग मामले में यासीन मलिक को हिरासत में लिया गया : अलगाववादियों को बैठक करने पर रोक लगाई गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1