Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના દૈનિક કેસ ૬૦ હજારથી ઓછા

ભારતમાં કોરોનાના કેસની સંખ્યાની સાથે હવે મૃત્યુઆંકમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. અઠવાડિયાના અંતમાં મોટા ઘટાડાનો આંકડો જાેવા મળ્યો છે. ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પણ સતત ઘટી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૯,૪૧૯ નવા સંક્રમણ નોંધાયા છે. આ સાથે ૮૧ દિવસ પછી ભારતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ૬૦ હજારની નીચે ગયો છે. બીજી તરફ કોરોનાથી શનિવારે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ઘટીને ૧,૫૭૬ નોંધાઈ છે. એક દિવસ અગાઉ નવા કેસની સંખ્યા ૬૦ હજારને પાર ગઈ હતી જ્યારે ૧,૬૪૭નાં મોત થયા હતા.
કોરોનાના નવા કેસમાં ઘટાડો અને બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પાછલા ૨૪ કલાકમાં ૮૭,૬૧૯ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા થયા છે. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૨,૮૭,૬૬,૦૦૯ પર પહોંચી ગઈ છે.
ભારતમાં કોરોનાના વધુ ૫૮ હજાર દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨,૯૮,૮૧,૯૬૫ સાથે ૩ કરોડની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૩,૮૬,૭૧૩ થઈ ગયો છે.
બીજી લહેરમાં જે રીતે દૈનિક કેસની સંખ્યા ૪૦ હજાર અને એક્ટિવ કેસની સંખ્યા ૪૦ લાખની નજીક પહોંચી ગયા હતા. તે હવે ઘટી ગયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ૭,૨૯,૭૧૩ થઈ ગયા છે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોરોનાના રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં ૨૭,૬૬,૯૩,૫૭૨ ડોઝ આપવામાં આવ્યા છે.
આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ગઈકાલ સુધીમાં કુલ ૩૯,૧૦,૧૯,૦૮૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૯ જૂનના રોજ ૧૮,૧૧,૪૪૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.
કોરોના વાયરસ ઉપરાંત દેશમાં અન્ય મહામારી ફેલાવાનો પણ ભય રહેલો છે. જેમાં બ્લેક ફંગસનું જાેખમ સૌથી વધુ છે. બ્લેક ઉપરાંત યેલો, વ્હાઈટ અને ગ્રીન ફંગસના કેસો પણ સામે આવી રહ્યા છે. ૨૧ જૂનથી દેશમાં ૧૮થી વધુ ઉંમરના લોકો માટે ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. આ માટે કો-વિન પર પૂર્વ નોંધણીની હવે જરૂર નહીં રહે.

Related posts

46 લાખ રૂપિયા આપીને જૈન સમુદાયે કુરબાન થવા જઈ રહેલા 250 બકરાને ખરીદી લીધા

aapnugujarat

ત્રાસવાદી નવીદ ફરાર થયા બાદ ૨૫થી વધુ કુખ્યાત ત્રાસવાદી અંતે જમ્મુમાં ખસેડી લેવાયા

aapnugujarat

કોંગ્રેસ સામે ફંડની કટોકટી સર્જાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1