Aapnu Gujarat
ગુજરાત

એકસેલન્ટ યુવક મંડળ દ્વારા 1000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે

સુરેશ ત્રિવેદી , ભાવનગર

હાલમાં આવેલા વાવાઝોડાને કારણે અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં રોડની બંને બાજુ તેમજ બીજા અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે ત્યારે ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવા માટે એક્સેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવશે યાર્ડના રોડની બંને બાજુ તેમજ અન્ય જગ્યાઓએ દુકાનો ની સામે પ્લોટ ની સામે તેમજ પડી ગયેલા વૃક્ષો ની જગ્યાએ નવા વૃક્ષો વાવવાની લેખિત જાણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ મુખ્ય અધિકારીશ્રી ગાંધીનગર અને ડેપ્યુટી કલેકટરશ્રી તાળાજા ને પણ જાણ કરવામાં આવેલ છે. આવતીકાલે રવિવાર અને તારીખ ૨૦/૬/૨૦૨૧ ને દિવસે સંસ્થા દ્વારા એક હજારથી વધુ વૃક્ષો નું તબક્કાવાર વાવેતર કરવામાં આવશે જુદી જુદી જગ્યા પર અને અલંગ-સોસિયા યાર્ડ ને હરીયાળુ બનાવવામાં આવશે કારણકે અલંગ-સોસિયા યાર્ડમાં પર્યાવરણના અનેક પ્રશ્નો છે ત્યારે ખરેખર ગ્રીન અલંગ-સોસિયા બનાવવા સંસ્થા દ્વારા અભિયાન ઉપાડવા માં આવશે અને દરેક વૃક્ષોની કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવશે

વાવાઝડુના કારણે નાશ પામેલા વૃક્ષોને પાસા નવા વાવેતર કરીને ગ્રીન અલંગ-સોસિયા યાર્ડ બનાવવાનો ઉદ્દેશ એકસેલન્ટ યુવક મંડળ નો છે વૃક્ષો ને ર્ટી-ગાડૅ સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે અને પાંજરા ફરતી નેટ બાંધવામાં આવશે જેથી કરીને વૃક્ષને કોઈ નુકસાન ન થાય અને ત્રણ વર્ષ સુધી સંસ્થા દ્વારા માવજત કરવામાં આવશે અને માવજતનો જે ખર્ચ થશે તે દાતાશ્રી ના સહયોગથી કરવામાં આવશે આ માટે સંસ્થાને આર્થિક યોગદાન બંસલ ગ્રુપ રૂબલભાઈ પ્લોટ નંબર ૨૫ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નો પણ સહયોગ મળેલ છે. વૃક્ષોને પાણી પાવા માટે સંસ્થા દ્વારા ભાડે ટેન્કર રાખીને દરેક વૃક્ષોની જરૂરિયાત મુજબ નિયમિત પાણી પણ આપવામાં આવશે. ઉદ્યોગપતિઓને વેપારીઓને તેમજ પર્યાવરણ પ્રેમીઓને ઉદાર હાથે સંસ્થાને અનુદાન આપવા પણ વિનંતી કરવામાં આવે છે તેમજ જે પ્લોટ ની સામે કે અન્ય જગ્યાએ જે દાતા તરફથી સહયોગ મળ્યો હશે તેનું પિંજરા ઉપર નામ પણ લખવામાં આવશે તેમસુખદેવસિંહ ગોહિલે જણાવ્યું છે

Related posts

ગઢડા ખાતે 20 કરોડનાં ખર્ચે નવનિર્મિત યાત્રિક ભવનનું લોકાર્પણ

editor

શાળા અને કોલેજોની પરીક્ષાની ચૂંટણી પંચે વિગત મંગાવી

aapnugujarat

ઓઢવમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1