Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમા રોડના નવનિર્માણ ની કામગીરી હાથ ધરાઇ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા સહિત સમગ્ર રાજ્યમા વરસાદની એન્ટ્રીથી હવે ચોમાસાની સિઝન શરુ થઇ ગઇ હોય તેવુ નજરે પડે છે તેવામાં ચોમાસામાં વરસાદના લીધે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા બાદ પાણી રોડ પરથી નિકળતા હોય છે અને રોડ કાચો હોવાના લીધે કેટલીક વાર રોડ માંગો પડતા અનેક ગામો સંપકઁ વિહોણા મને છે તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના છેવાડાના વિસ્તારને પણ રોડની સુવિધા મળી રહે  તે માટેની ખાસ સુવિધા પુરી પાડવા કાયઁવાહી હાથ ધરી છે જેને લઇને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોને જોડાતા રામપરા-કોંઢ-ઢવાણા ગામને જોડાતા ૧૬ કિમી તથા ધ્રાગધ્રા-કોંઢ-સરા ગામના જોડતા ૩૮ કિમી રોડના કામને મંજુરી મળી હતી જેથી આજ રોજ આ રોડના નવનિમાઁણની કામગીરી શરુ કરવામા આવી હતી કાયઁક્રમ દરમિયાન 50 મુદ્દા અમલીકરણના ચેરમેન આઇ.કે.જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા જણાવ્યુ હતુ કે રાજ્યના તમામ ગામડે-ગામડે જળ, લાઇટ અને રોડ જેવી પ્રાથમિક સુવિધા પુણઁ કરવા ભારતીય જનતા પાટીઁની સરકાર કટીબધ્ધ છે. વષેઁ પહેલા જે પાણીના લીધે રોડ ભાંગી પડવાથી જનજીવન ખોરવાયું હતુ તે હવે આ સરકારમાં ભુતકાળ બની જશે. સરકારમા બેઠેલા શાસકો નાનામાં નાના ગામડાને પણ ખુબ જ ચોકસાઇ પુવઁક તપાસી તેના વિકાસ માટે ભાર મુકી રહ્યા છે જેથી લોકોને પ્રાથમિક સુવિધા પુરી પડે અને સમયના સાથે આથીઁક બચત થાય તેવા હેતુથી એક-બીજા ગામોને જોડતા રોડની કામગીરી શરુ કરી થોડા સમયમા જ આ કામગીરી પુણઁ થતા સ્થાનિકો માટે રોડને ખુલ્લો મુકવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.

Related posts

પક્ષ છોડી ગયેલ આશાબેનને મનાવવા માટે કોંગીના પ્રયાસ

aapnugujarat

ડાકોરમાં આવતીકાલે પાંચ લાખથી વધુ ભક્તો ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરશે : પદયાત્રીઓ મોટી સંખ્યામાં પહોંચ્યાં

aapnugujarat

આવતીકાલે શનિજ્યંતિ : મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1