Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા નગરપાલિકાના દ્વારા પ્રિ-મોનસુન કામગીરી શરુ કરે તે પહેલા જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે પ્રિમોનસુનની કામગીરી ચોમાસા પહેલા થવી પણ જરુરી છે પરંતુ નગરપાલિકા દ્વારા પહેલેથી ” ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળુ મારવાની” આદત હજુ ગઇ નથી જેના લીધે સ્થાનિક જનતા અને બજારમા વેપારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે વાત કરીએ ધ્રાંગધ્રા શહેરની તો હાલમા જ નગરપાલિકા અધિકારીને પ્રિમોનસુનની કામગીરી બાબતે પુછતા તેઓએ જણાવ્યુ હતું કે ટુક સમયમા જ સમગ્ર શહેરી વિસ્તારમા કામગીરી થવા જઇ રહી છે જેનો અથઁ તે પણ થાય છે કે હજુ કામગીરી થઇ નથી અને વળી મેઘરાજાએ મંડાણ કરતા આ કામગીરી શરુ થયા પહેલા જ પુણઁ થઇ જશે. જ્યારે વરસાદના પહેલા જ દિવસે સમગ્ર શહેરના કેટલાય વિસ્તારોમા પાણી ભરાયા હતા જેમા શહેરની મુખ્ય બજારમા વષોઁથી ચાલી આવતી સમશ્યા ઠેરની ઠેર હોવાનુ પણ નજરે પડ્યુ હતુ. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા તંત્ર દ્વારા અણઘડ વહીવટને લઇને પ્રિમોનસુનની કામગીરી પહેલા જ વરસાદના છતી થઇ છે.

Related posts

સ્વાઇન ફ્લુ મુદ્દે બધી વિગત આપવાનો ગુજરાત હાઈકોર્ટનો હુકમ

aapnugujarat

સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી દ્વારા અમૃતલાલ એમ. પરમારનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

ગુજરાતમાં ૧૮મી ડિસેમ્બર પૂર્વે ચૂંટણી યોજાશે : પંચે સ્પષ્ટતા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1