Aapnu Gujarat
મનોરંજન

‘ઓહ માય ગોડ’ની સિકવલમાં યામી અક્ષય કુમાર સાથે જાેવા મળશે

અક્ષય કુમારની હિટ ફિલ્મ ઓહ માય ગોડની સિકવલ બની રહી છે. મૂળ ફિલ્મમાં પરેશ રાવલે ભજવેલ પાત્ર હવે સિકવલમાં પંકજ ત્રિપાઠી ભજવવાનો છે. હવે આ ફિલ્મના નવા અપડેટસ એ છે કે, યામી ગૌતમની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ ગઇ છે. તેને આ ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવી છે. સાલ ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મ એક સોશિયલ ડ્રામા હતી. ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી. એ સમયમાં આ ફિલ્મ ફક્ત ૧૨ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી જ્યારે તેણે બોક્સ ઓફિસ પર ૮૦ કરોડનું કલેકશન કર્યું હતું.
હવે ‘ઓહ માય ગોડ ટુ’નું શૂટિંગ સપ્ટેબરમાં કરવાની યોજના છે. તેમજ આ ફિલ્મને ૨૦૨૨ના મધ્યમાં રિલીઝ કરવાનો પ્લાન છે. જાેકે કોવિડ અને લોકડાઉન પર આ યોજનાનો સઘળો આધાર છે.
યામી ગૌતમે હાલ ૪ જુનના રોજ જ દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા છે. તે ‘ઓહ માય ગોડ ટુ’ ઉપરાંત ભૂત પોલિસ દસવી અને અ થર્સડેમાં જાેવા મળવાની છે.

Related posts

સલમાન- જેક્લીન રેસ-૩ ફિલ્મમાં મુખ્ય રોલમાં હશે

aapnugujarat

ખુબસુરત જેક્લીનની ધુન પર સલમાન ખાન નાચશે

aapnugujarat

श्रीदेवी की बर्थ ऐनिवर्सरी जाह्नवी ने किया मां को याद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1