Aapnu Gujarat
મનોરંજન

ખુબસુરત જેક્લીનની ધુન પર સલમાન ખાન નાચશે

સલમાન ખાન અને જેક્લીન કિક ફિલ્મ બાદ ફરી એકવાર એક સાથે નજરે પડનાર છે. આ વખતે બન્ને રેમો ડિસુઝાની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગયા છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી પરંતુ ટુંક સમયમાં જ ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક એવા પતિની ભૂમિકા અદા કરનાર છે જેની પત્નિનુ મોત થઇ ચુક્યુ છે અને તેની એક નવ વર્ષની પુત્રી પણ છે. જેક્લીન એક ટીચરની ભૂમિકામાં નજરે પડનાર છે. રેમો આ પહેલા ટાઇગરની સાથે જેક્લીનને ફ્લાઇંગ જાટમાં લઇ ચુક્યા છે. અલબત્ત આ પિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. રેમોએ કહ્યુ છે કે જેક્લીન ખુબ શાનદાર ડાન્સર છે. જેથી તે આ રોલ માટે બિલકુલ પરફેક્ટ છે. તે ડાન્સ ટીચર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. અમે પહેલા પણ સલમાન અને જેક્લીનની જોડીને એક સાથે નિહાળી ચુક્યા છીએ. હાલમાં સલમાન ખાન શુટિંગના સંબંધમાં મોરક્કો છે. આશરે બે સપ્તાહ બાદ તે ત્યાંથી પરત ફરનાર છે. ત્યારબાદ શુટિંગ માટેની તારીખ નક્કી કરવામાં આવનાર છે. જેક્લીન સિદ્ધાર્થ મલહોત્રાની સાથે હાલમાં જેન્ટલમેનમાં કામ કરી રહી છે. તે પોલ ડાન્સ શિખી રહી છે.
જેક્લીનન ડાન્સ પસંદ પડતા હવે તૈયારી કરાઇ છે.જેક્લીન કહ્યુ છે કે અમારી ફિલ્મ મિયામી આધારિત રહેશે. જેથી ત્યાં પોલ ડાન્સ ઉપયોગી રહેશે. જેક્લીન અન્ય બે ફિલ્મો કરી રહી છે. જે રજૂ થવા માટે તૈયાર છે. કિકમાં સલમાન અને જેક્લીનની કેમિસ્ટ્રી શાનદાર રહી હતી. હવે રેમોની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી ગઇ છે.

Related posts

मैं निरंतर अपने काम का आंकलन करती हूं : रागिनी खन्ना

aapnugujarat

ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

aapnugujarat

નિર્માતા દિનેશ તિવારી અને સની લિયોન વચ્ચેનો વિવાદ કોર્ટમાં પહોંચ્યોં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1