સની લિયોનની સામે મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. ફિલ્મ નિર્માતા દિનેશ તિવારી દ્વારા સની લિયોનની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. સની લિયોન પર નાણાંકીય અને માનસિકરીતે હૈરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારે વિવાદ થયા બાદ સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરને કોર્ટમાં ખેંચી જવાનો દિનેશે નિર્ણય કર્યો છે. દિનેશ તિવારીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે સની લિયોને તેમની આગામી ફિલ્મ ડેન્જર્સ હુશ્નને લઇને તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે. જેના લીધે આ ફિલ્મ અટવાઇ ગઇ છે. વેબરે કહ્યુ છે કે તેમની પત્ની અને અભિનેત્રી સની લિયોને ક્યારેય આ ફિલ્મ કરવા માટે વચન આપ્યુ ન હતુ. કે તૈયારી બતાવી ન હતી. દિનેશ તિવારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયાવગરના છે. માર્ચ મહિનામાં ફિલ્મને લઇને તેમની વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો હતો. દિનેશ તિવારીએ માહિતી આપતા કહ્યુ છે ક છ મહિના સુધી સની લિયોને અમને રાહ જોવડાવી હતી. તેમનુ કહેવુ છે કે તેઓ વર્ષ ૨૦૧૫માં ડેન્જર્સ હુશ્વનને લઇને ડેનિયલને મળ્યા હતા. ડેનિયલ પણ બોલિવુડમાં ફિલ્મ કરવા માટે ઇચ્છુક હતો. અમે ફિલ્મ માટે સહતમ થઇ ગયા હતા.
પ્રમોશનલ નંબર માટે સહમતી થઇ ગઇ હતી. અમે ડેનિયલ માટે સાઇન કરી હતી. માર્ચ મહિનામાં શુટિંગ પણ શરૂ કરવામાં આવ્યુ હતુ. માર્ચ ૨૦૧૫માં શુટિંગ શરૂ કરાયા બાદ ગીતો પણ તૈયાર કરાયા હતા. ડેનિયલને ૧૫ લાખ આપવામાં આવ્યા હતા. જ્યારે તેમના દ્વારા બે કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. ફિલ્મના શુટિંગના બીજા તબક્કા માટે સની લિયોનને કહેવમાં આવતા સની લિયોને વધારે ઉત્સાહ દર્શાવ્યો ન હતો. ફી ચુકવવા માટે અમે તૈયાર અને સહમત હોવા છતાં સની લિયોને કોઇ બાબત પર ધ્યાન આપ્યુ ન હતુ. અમને છ મહિના સુધી સની લિયોને શુટિંગ માટે રાહ જોવડાવી હતી. ત્યારબાદ તેમની ડેનિયલ સાથે બોલાચાલી થઇ હતી. ડેનિયલે મોડેથી કહ્યુ હતુ કે તે આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક નથી. ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે તેમની સામે વર્સોવામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં છેતરપિંડી અને ઠગાઇના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની નોટીસ પણ ફટકારી દેવામાં આવી હતી. બીજી બાજુ ડેનિયલે કહ્યુ છે કે લોકો ફિલ્મના ફાયનાન્સ માટે સની લિયોનના નામનો ઉપયોગ કરી રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં સની લિયોન અને દિનેશ તિવારીના વચ્ચે ફિલ્મને લઇને વધારે વિવાદ ગંભીર બની શકે છે. સની લિયોન બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ પોતાની કુશળતાના કારણે સતત લોકપ્રિયતા મેળવી રહી છે. તેની વધતી લોકપ્રિયતાનો લાભ નિર્માતા નિર્દેશક પણ લઇ રહ્યા છે.સની લિયોનને છેલ્લે સુધી ફિલ્મમાં કામ કરવા મનાવવાના પ્રયાસ કરાયા હતા. જો કે સની લિયોને આના માટે તૈયારી દર્શાવી નથી. દિનેશ તિવારી અને સની લિયોન હવે આમને સામને છે. બોલિવુડમાં સની લિયોન અને દિનેશ વચ્ચે થયેલા વિવાદની ચર્ચા જોવા મળી રહી છે. બન્ને ટીમો પોત પોતાની સામે કરવામાં આવી રહેલા આક્ષેપોને રદયો આપી રહ્યા છે. પોલીસ મામલામાં તપાસ કરી રહી છે.
આગળની પોસ્ટ