Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ૧.૧૪ લાખ નવા કેસ

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડી રહી છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૧,૧૪,૪૬૦ નવા કેસ સામે આવ્યા છે. રોજ સામે આવી રહેલાં કોરોનાના નવા દર્દીઓનો આ આંકડો છેલ્લા બે મહિનામાં સૌથી ઓછો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૯,૨૩૨ લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થયા છે, જ્યારે ૨૬૭૭ લોકોનાં મોત નિપજ્યાં છે.
સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨ કરોડ ૮૮ લાખ ૯ હજાર ૩૩૯ થઇ ગઇ છે. જ્યારે કુલ કેસમાંથી ૨ કરોડ ૬૯ લાખ ૮૪ હજાર ૭૮૧ લોકો કોરોને માત આપવામાં સફળ રહ્યાં છે, જ્યારે ૩,૪૬,૭૫૯ લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૪,૭૭,૭૯૯ છે.
બીજી બાજુ, દેશમાં શનિવારે કોરોનાની રસીના ૩૧,૨૦,૪૫૧ ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ અત્યાર સુધી ૨૩ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, શનિવારે આપવામાં આવેલા કુલ ડોઝમાંથી ૧૮-૪૪ વયવર્ગના ૧૬,૧૭,૫૦૪ લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ, જ્યારે ૪૧,૦૫૮ને બીજાે ડોઝ આપવામાં આવ્યો. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત બાદથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધી આ વયવર્ગના ૨,૭૬,૩૫,૯૩૭ લોકોને પ્રથમ ડોઝ, જ્યારે ૧,૬૦,૪૦૬ લોકોનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે.

Related posts

ઈરાકમાં માર્યા ગયેલા ૩૮ ભારતીયના મૃતદેહ લવાયા

aapnugujarat

અગ્નિપથ સેવાથી યુવાનોને ઓછી ઉંમરમાં વધારે અનુભવ મળશે : અજીત ડોવાલ

aapnugujarat

યુપીમાંથી ૮૦ બેઠકો જીતવા ભાજપની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1