Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બુર્કિનાફાસોમાં આતંકીઓએ ૧૦૦ લોકોની કરી હત્યા

પશ્ચિમ આફ્રિકામાં આવેલા બુર્કિના ફાસો દેશના સોલ્હાન ગામમાં અજાણ્યા બંદુકધારીઓએ અંધાધુંધ ફાયરિંગ કરતાં ૧૦૦ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બુર્કિના ફાસોમાં થયેલો સૌથી મોટો ઘાતક હુમલો હતો.
સરકારી પ્રવક્તા ઔસેની ટામ્બૌરાએ જણાવ્યું કે, આ હુમલા પાછળ જેહાદીઓનો હાથ છે. તેમણે સાહેલના યાગ્ના પ્રોવિન્સમાં આવેલા સોલ્હાન ગામને નિશાન બનાવ્યું હતુ. નિજેરની સરહદ નજીક આવેલા વિસ્તારના બજાર અને કેટલાક લોકોના ઘરોને પણ આ હુમલાખોરોએ બાળી મૂક્યા હતા. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિસ્ટીન કાબોરેએ આ હુમલાને જંગલી ગણાવ્યો હતો.
સશસ્ત્ર ટકરાવના સ્થળો તેમજ તે અંગેના તજજ્ઞા હૅની એન્સૈબિયાએ જણાવ્યું કે, પાંચ વર્ષ અગાઉ આ દેશમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટના આંતકીઓ મોટા પ્રમાણમાં જાેવા મળતા હતા. જાેકે તેમના હુમલા છેલ્લા કેટલાક સમયમાં ખુબ જ ઘટી ગયા હતા. જાેકે, આ છેલ્લા કેટલાક સમયમાં થયેલો સૌથી મોટો હુમલો કહી શકાય. ત્રણ દેશોના સરહદી વિસ્તારમાં ફ્રાન્સની આગેવાની હેઠળની કાઉન્ટર ટેરેરિઝમ ફોર્સની હાજરી છે. જેની સાથે આ જુથોનો સંઘર્ષ થતો રહે છે. હવે તેઓ ફ્રેન્ચ ફોર્સની પહોંચ બહારના વિસ્તારમાં પોતાની સ્થિતિ મજબુત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સાહેલ વિસ્તારમાં પાંચ હજાર ફ્રેન્ચ સૈનિકોની હાજરી છતાં જેહાદીઓના હુમલા વધી રહ્યા છે. એપ્રિલના એક સપ્તાહમાં બુર્કિના ફાસોમાં ૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં ત્રણ વિદેશી નાગરીકો હતા. દેશમાં ૧૦ લાખથી વધુ લોકોના સ્થળાંતરની ફરજ પડી છે.

Related posts

अमेरिका की सख्ती से चीन के करीब जाएगा पाकिस्तान

aapnugujarat

मैक्सिको के नायारित में बस पलटने से 15 लोगों की मौत

aapnugujarat

क्यूबा पर सख्त हुआ US

aapnugujarat

Leave a Comment

UA-96247877-1