Aapnu Gujarat
રમતગમત

પિટરસને રવિન્દ્ર જાડેજાના કર્યા વખાણ

ઇંગ્લેંડ પ્રવાસ માટે ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડની ધરતી પર ઉતરતા જ ચર્ચાઓ શરુ થઇ છે. ઇંગ્લેંડ માં ચોતરફ ટીમ ઇન્ડીયાના એક એક ખેલાડીના કરિયર અને તેની ખાસિયતોને લઇ ચર્ચા થવા લાગી છે. તો આ ચર્ચામાં કેવિન પિટરસન કેમ પાછળ રહી જાય. પિટરસને હવે ઇંગ્લેંડ ક્રિકેટને સલાહ આપવા લાગ્યો છે, કે રવિન્દ્ર જાડેજા જેવા પ્લેયરની તેમની પાસે ખોટ છે. પિટરસને ઇંગ્લેંડ ના ઉભરતા ખેલાડીઓને પણ સલાહ આપી છે કે, જો તેઓ ટેસ્ટ કરિયર લાંબુ ઇચ્છતા હોય તો, રવિન્દ્ર જાડેજા ને જુએ. પિટરસને કહ્યુ ઇંગ્લેંડ માં રવિન્દ્ર જાડેજા જેવા પ્લેયરની જરુર છે. જે લેફ્ટ આર્મ સ્પિનર સાથે બેટીંગ અને ફિલ્ડીંગમાં પણ માહિર હોય. આમ પિટરસને ભારતીય ટીમ ઇંગ્લેંડ પહોંચતા વેંત જ ભારતીય ખેલાડીઓની ખાસિયતોને બતાવવી શરુ કરી છે.
તેમણે કહ્યુ હતુ કે, ઇંગ્લેંડ ટીમમાં એ જોઇને નિરાશા થાય છે. કે ટીમ પાસે ઇન્ટરનેશનલ લેવલનો લેફ્ટ આર્મ સ્પિનર નથી, જે બોલીંગ કરી શકે. ટેસ્ટ ક્રિકેટ, વન ડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય માં જુઓ રવિન્દ્ર જાડેજા એ ટીમ માટે શુ કર્યુ છે. રવિન્દ્ર જાડેજાએ ૨૨૦ ટેસ્ટ વિકેટ અને મર્યાદિત ફોર્મેટની ક્રિકેટમાં ૨૨૭ વિકેટ મેળવી છે. જાડેજાની ટેસ્ટ ક્રિકેટમાં બેટીંગ સરેરાશ ૩૬.૧૮ પર પહોંચી છે. તે પોતાના કરિયરના બેસ્ટ ફોર્મમાં ચાલી રહ્યો છે.
કેવિન પિટરસને માન્યુ હતુ, ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એ આ દિશામાં કામ કરવુ જોઇએ. આમ પિટરસને જાડેજાના વખાણ કરવા સાથે ઇંગ્લેંડના નવા ખેલાડીઓ અને બોર્ડને પણ સલાહ આપી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેંડને મજબૂત કરવા હવે જાડેજા જેવા ખેલાડીઓ ને જોઇ શિખવાની જરુર છે. સાથે જ જાડેજા જેવા ખેલાડીઓ તૈયાર કરવાની જરુર છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ૫ ટેસ્ટ મેચની શ્રેણી રમાનારી છે.

Related posts

इंडिया ‘ए’ और अंडर-19 टीम के कोच पद से हटाए गए राहुल द्रविड़

aapnugujarat

ભુવનેશ્વર-બૂમરાહ વિના પણ ભારતનું બોલિંગ આક્રમણ મજબૂત : ઝહીર ખાન

aapnugujarat

ભારત ધોની વગર ૨૦૨૧ ટી૨૦ વિશ્વકપ રમી શકે છે : આકાશ ચોપરા

editor

Leave a Comment

UA-96247877-1