Aapnu Gujarat
ટેકનોલોજી

ગૂગલે કન્નડ ભાષાને અભદ્ર ભાષા ગણાવ્યા બાદ માફી માંગી

સર્ચ એન્જિન ગૂગલે કન્નડને ભારતની સૌથી ખરાબ ભાષા ગણાવી હતી, જેને કારણે તેને સતત ટિકાનો સામનો કરવો પડી રહ્યો હતો. તે બાદ ગુરૂવારે ગૂગલ ઇન્ડિયાના પ્રવક્તાએ નિવેદન આપીને ભારતીયોની માફી માંગી લીધી છે, તેમણે કહ્યુ કે આ માત્ર ટેકનિકલ ભૂલ છે, આ કંપનીનો કોઇ વિચાર નથી.
ગૂગલ પર જ્યારે પણ કોઇ યૂઝર ભારતની સૌથી ખરાબ ભાષા સર્ચ કરતો હતો તો જવાબમાં કન્નડ ભાષા લખેલુ આવતુ હતું, જેને લઇને કર્ણાટક સરકારે ગૂગલ કંપનીને નોટિસ મોકલવાની વાત કરી હતી.
તે બાદ ગૂગલ ઇન્ડિયાના એક પ્રવક્તાએ ન્યૂઝ એજન્સીને કહ્યુ કે સર્ચ હંમેશા સાચુ નથી હોતુ. કેટલીક વખત ઇન્ટરનેટ પર સવાલ કરીને ચોકાવનારા જવાબ સામે આવી શકે છે. અમે જાણીએ છીએ કે આ સારૂ નથી. જાેકે, તેને લઇને જ્યારે પણ અમને કોઇ ફરિયાદ મળે છે તો અમે વિશેષ ધ્યાન આપવા માટે સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ.
સાથે જ અમે પોતાના એલ્ગોરિધમમાં પણ સતત સુધારો કરીએ છીએ. જાેકે, તેમાં ગૂગલનો પોતાનો કોઇ વિચાર નથી હોતો. આ ભૂલથી લોકોની ભાવનાને ઠેસ પહોચી છે, જેને લઇને અમે તમામની માફી માંગીએ છીએ.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને બેંગલુરૂ મધ્યથી ભાજપના સાંસદ પીસી મોહન સહિત કેટલાક નેતાઓએ ગૂગલની આ હરકતની ટિકા કરી હતી. પીસી મોહને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યુ કે કન્નડ વિશ્વની સૌથી જૂની ભાષામાંથી એક છે, જેમાં કેટલાક મહાન વિદ્ધાન થયા છે.

Related posts

ગુગલે ભારતમાં ૪૫૦ જેટલા કર્મચારીઓ છૂટા કર્યા

aapnugujarat

‘टिक टॉक’ के सीईओ केविन मेयर ने छोड़ा अपना पद

editor

बहुत जल्द आपके हाथों में होगा पेटीएम क्रेडिट कार्ड

editor

Leave a Comment

UA-96247877-1