Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશવાસીઓને મળશે સ્વદેશી વેક્સિન

ભારતમાં વેક્સીનની વધતી જરૂરિયાત અને રસીકરણના ઉદ્દેશ્યને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક અગત્યનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના ૩૦ કરોડ ડોઝ બુક કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સીન હાલ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપશે. ભારત બાયોટેકની કોવેક્સીન બાદ આ ભારતમાં બનેલી બીજી વેક્સીન રહેશે. મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.
કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાયોલોજિકલ-ઇની વેક્સીન હાલમાં ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા પહેલા અને બીજા ચરણમાં વેક્સીનના સારા પરિણામ જોવા મળ્યા છે. વેક્સીન આગામી થોડાક મહિનાઓમાં ઉપલબ્ધ થઈ જશે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વેક્સીનની આ નવી વ્યવસ્થા ડોમેસ્ટિક વેક્સીન નિર્માતાઓને પ્રોત્સાહન આપવા અને તેમને રિસર્ચ તથા ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બાયોલોજિકલ-ઇની રસી માટે બાયોટેક્નોલોજી વિભાગને ૧૦૦ કરોડની આર્થિક મદદ આપવામાં આવી છે. આ વિભાગ કંપનીની સાથે મળી અલગ-અલગ રિસર્ચમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-૧૯ વેક્સીનના ૫-૬ નિર્માતાઓને મદદ કરવાની છે.

Related posts

एवरेस्ट पर फंसे १५ भारतीय, विदेश मंत्री सुषमा मदद में जुटीं

aapnugujarat

રજનીકાંત તમિળનાડુમાં પેટાચૂંટણી નહીં લડે

aapnugujarat

Under-construction building collapses in Karnataka’s Bengaluru, 4 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1