Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રજનીકાંત તમિળનાડુમાં પેટાચૂંટણી નહીં લડે

તેમનું લક્ષ્યાંક માત્ર વિધાનસભાની ચૂંટણી છે એવું જાહેર કર્યાના એક મહિના બાદ ટોચના ફિલ્મ સ્ટાર રજનીકાંતે જણાવ્યું હતું કે તેઓ તમિળનાડુમાં પેટાચૂંટણી નહીં લડે. તેમનું લક્ષ્યાંક માત્ર વિધાનસભાની ચૂંટણી છે એમ જાહેર કરનારા રજનીકાંતને જ્યારે રાજ્યની વિધાન સભાના ૨૧ મતદાર ક્ષેત્રમાં પેટા ચૂંટણી થવાની છે, ત્યારે તેઓ આ પેટાચૂંટણી લડશે કે નહીં એ અંગે પૂછવામાં આવતા તેમણે નકારમાં જવાબ આપ્યો હતો.
૩૧ ડિસેમ્બર, ૨૦૧૭માં રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત કરનારા રજનીકાતેં હજી સુધી તેમની રાજકીય પાર્ટી લોન્ચ નથી કરી. તમે કયા પક્ષનું સમર્થન કરશો, એવા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલમાં આ અંગે કશું નહીં કહી શકે.
તમિળનાડુની મુખ્ય સમસ્યા પાણી છે. તમિળનાડુની પાણીની સમસ્યાનો ઉક્લ લાવનારા કોઇ પણ પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય પક્ષનું તેઓ સમર્થન કરશે, એમ રજનીકાંતે ૧૭ ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું અને તેમના પ્રશંસકોને પણ પાણીની સમસ્યાનો અને કાવેરી જળવિવાદનો કાયમી ઉકેલ લાવનારા પક્ષને મત આપવા અપીલ કરી હતી. ભૂતકાળમાં પણ અનેક વખત રજનીકાંતે દેશની નદીઓને જોડવાની વાતનું સમર્થન કર્યું છે.

Related posts

દક્ષિણ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : ૩૦નાં મોત, ૭૦થી વધુ ઘાયલ

aapnugujarat

बिहार और असम में बाढ़ से करीब १५० लोगों की मौत

aapnugujarat

અણુસબમરીન અરિહંતે દરિયાઈ તાકાત સાબિત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1