Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જોનસન એન્ડ જોનસન કંપનીએ ચુકવવુ પડશે ૧૪૫૦૦ કરોડ રુપિયાનુ વળતર

અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા નીચેની કોર્ટે આપેલા ઉપરોક્ત આદેશ પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કંપનીએ વળતર આપવા માટેના ચુકાદા પર ફરી વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. વળતરની રકમ એ મહિલાઓે અપાશે જેમને જોનસન એન્ડ જોનસન કંપનીના પાઉડરનો ઉપયોગ કર્યા બાદ કેન્સર થયુ હતુ.
કંપનીનુ કહેવુ હતુ કે, મિસોરી રાજ્યની નીચલી કોર્ટમાં સુનાવણી દરમિયાન અમને અમારો પક્ષ મુકવાની તક યોગ્ય રીતે મળી નહોતી. આ કોર્ટ દ્વારા ૪૦૦ કરોડ ડોલરનુ વળતર ચુકવવા માટે હુકમ કરાયો હતો.
જોકે હાઈકોર્ટમાં અપીલ પછી વળતરની રકમ અડધી કરવામાંઆવી હતી. જોનસન એન્ડ જોનસન સામે થયેલા કેસ પ્રમાણે ૨૨ મહિલાઓએ કંપની સામે વળતરનો દાવોકરીને પાઉડરથી કેન્સર થયુ હોવનો આરોપ લગાવ્યો હતો.
પિડિત મહિલાઓના વકીલે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઈનકાર કરીને સંદેશ આપ્યો છે કે, તમે કેટલા પણ શક્તિશાળી હોય પણ લોકોને નુકસાન પહોંચાડશો તો કાયદા આગળ તમામ સમાન છે તેવુ માનીને દેશની કાનૂન વ્યવસ્થા તમને દોષી ઠેરવશે.
કંપની ભલે પાઉડરને સુરક્ષિત ગણાવતી હોય પણ કંપનીએ આ વિવાદ બાદ બજારમાં ઘટી રહેલી માંગનુ કારણ આપીને પાઉડરનુ વેચાણ બંધ કરી દીધુ હતુ.
કંપની જોકે તેની પ્રોડક્ટસના કારણે ગર્ભાશયનુ કેન્સર થતુ હોવાના કેસનો પણ સામનો કરી રહી છે. આવી ૯૦૦૦ મહિલાઓએ કંપની સામે કેસ કરેલો છે.
આવા એક મામલામાં વર્જિનિયા રાજ્યમાં જોનસન એન્ડ જોનસનને ૭૩ કરોડ રુપિયાનુ વળતર આપવુ પડ્યુ હતુ. ૨૦૧૬માં પણ આવા એક કેસમાં ૩૭૫ કરોડ ડોલરનુ વળતર કંપનીએ ચુકવ્યુ હતુ.

Related posts

ચીને ફેલાવ્યો કોરોના, વુહાન લેબના સંશોધકો થયા હતા પહેલા સંક્રમિત

editor

સાઉદી અરબે લાદયો ભારતીયો પર માથા દીઠ માસિક વેરો

aapnugujarat

સાઉદી સરકારે રણ પ્રદેશમાં નવા નવા શહેર વિકસાવવાનો નિર્ણય કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1