Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી સરકારે રણ પ્રદેશમાં નવા નવા શહેર વિકસાવવાનો નિર્ણય કર્યો

અડધી સદી કરતાં વધારે સમય ક્રૂડ પર નિર્ભર રહેલા સાઉદી અરબે હવે તેની પાસેના બીજા કુદરતી સંસાધન પ્રત્યે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સાઉદી સરકારે રણ પ્રદેશમાં નવા નવા શહેર વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આનો હેતુ નોકરીઓ અને મૂડી રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. સાઉદી અરબમાં પેટ્રોલનો ખેલ પૂરી થયો છે. આથી આ દેશને નવી તકોની શોધ કરવાની ફરજ પડી છે.સઉદી સરકારે એપ્રિલ મહિનામાં સાઉદી વિઝન ૨૦૩૦ની જાહેરાત કરી હતી. વિઝન અંતર્ગત મહત્વ અને નોંધપાત્ર યોજનાઓની જાહેરાત કરાઈ હતી અને રાતા સમુદ્રને સૌથી વધારે મહત્વ અપાયું હતું. વિઝનમાં રાતા સમુદ્રના કિનારે ૫૦ આઈલેન્ડ અને ૩૪,૦૦૦ ચોરસ કિ.મી.માં ગ્લોબલ ટુરિસ્ટ હબ બનાવવાનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટનો આશય વિશ્વભરના માલેતુજારોને આકર્ષિત કરવાનો છે.મક્કાથી પશ્ચિમમાં આવેલા અલ ફેસલિયામાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટનો અમલ કરાશે. આ શહેરમાં મનોરંજનના સાધનો, એરપોર્ટ તથા પોર્ટનો સમાવેશ કરાયો છે. ૨,૪૫૦ ચોરસ કિલોમીટરમા ફેલાયેલા આ પ્રોજેક્ટ ૨૦૫૦ સુધીમાં તૈયાર થઈ જશે.અર્થવ્યવસ્થા વેગવાન બનાવવા માટે સાઉદી સરકાર હવે કોન્સોર્ટ, ડાન્સ શો અને ફિલ્મની સ્ક્રીનિંગ પ્રત્યે આકર્ષણ ધરાવનારા લોકો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

Related posts

Multiple UFO lights appear in Arizona

aapnugujarat

US sanctions making it difficult to purchase medicine and health supplies from abroad : Iran Prez

editor

મ્યાંમારમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૮૦થી વધારે પ્રદર્શનકારીઓના મોત

editor

Leave a Comment

UA-96247877-1