Aapnu Gujarat
રાષ્ટ્રીય

ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી

ડોમિનિકાની કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી ફગાવી દીઘી છે. ચોક્સી ભારતમાં ૧૪,૦૦૦ કરોડના લોન કૌભાંડમાં વોન્ટેડ છે. કેરેબિયન દ્વિપ દેશમાં કથિત રીતે ગેરકાયદે પ્રવેશ કરવા બદલ મેહુલ ચોક્સીની ૨૩મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
મેજીસ્ટ્રેટ કોર્ટમાં બ્લુ રંગના શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને વ્હીલ ચેર પર રજૂ થયેલા ચોક્સીએ પોતે દોષી નહીં હોવાનું જણાવ્યું હતું, તેણે કહ્યું હતું કે તેને કથિત રીતે અપહરણ કરીને બળપૂર્વક ડોમિનિકા લઈ જવાયો હતો.ડોમિનિકાની હાઈ કોર્ટના આદેશ બાદ બુધવારે વેપારી મહુલ ચોક્સીને દેશમાં ગેરકાયદે ઘુસવાના આરોપ બદલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. હાઈ કોર્ટના જસ્ટિસ બર્ની સ્ટીફેસને ચોક્સીની અરજી પર ત્રણ કલાક સુનાવણી કરી હતી અને તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. ચોક્સીએ દાવો કર્યો હતો કે તેને એન્ટીગુઆ એન્ડ બારબુડાથી અપહરણ કરીને બળજબરી કેરેબિયન ટાપુ દેશમાં લઈ જવાયો હતો.
ગેરકાયદે પ્રવેશના કેસમાં ચોક્સીની જામીન અરજી કોર્ટે ફગાવતા હવે વધુ સુનાવમી ૧૪ જૂનના યોજાશે. સરકારી વકીલે મેજીસ્ટ્રેટ કોર્ટમાં એવી દલીલ આપી હતી કે ચોક્સી વિરુદ્ધ ભારતમાં ૧૧ કેસ દાખલ છે અને એન્ટીગુઆમાં પણ તેના પ્રત્યાર્પણની ગતિવિધિ તેજ થઈ છે. જેથી તે અન્ય સ્થળે ભાગી જાય તેવી આંશકા પણ છે. ચોક્સીના વકીલે કોર્ટમાં જણાવ્યું કે તેમના ક્લાયન્ટ જામીન મળ્યા બાદ તે ૧૦ હજાર ડોલરના બોન્ડ ભરવા તૈયાર છે. ચોક્સી હવે એન્ટીગુઆના નાગરિક છે. કોર્ટે ચોક્સીની જામીન અરજીની સુનાવણી શુક્રવારે નિર્ધારિત કરી છે જ્યારે ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશના કેસની સુનાવણી ૧૪ જૂને યોજાશે.ભારત સરકાર પણ ચોક્સીના પ્રત્યાર્પણ દ્વારા તેને ભારત પરત લાવવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ માટે ભારતીય પોલીસ અધિકારીઓની એક ટીમ ડોમિનિકામાં હાજર છે. આ ટીમમાં બે સીબીઆઈ અધિકારી પણ સામેલ છે. ચોક્સીને ભારત પરત લાવવા માટેના તમામ દસ્તાવેજો પણ આ ટીમ સાથી લઈ આવી છે.ચોક્સીના વકીલે દાવો કર્યો હતો કે મેહુલનું એન્ટીગુઆના જોલી હાર્બરથી અપહરણ કરી બળપૂર્વક ડોમિનિકા લઈ જવાયો હતો.મેહુલ ચોક્સી પીએનબીના લોન કૌભાંડમાં ભારતમાં વોન્ટેડ છે અને તે ૨૦૧૮થી એન્ટીગુઆમાં રહી રહ્યો છે. ઈન્ટરપોલે પણ તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

Related posts

ગોડાઉન ખાલી કરવા સરકાર દાળ વેચશે

aapnugujarat

આવતીકાલે રેલવે બજેટ : સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન રહેશે

aapnugujarat

કુમારસ્વામીની બુધવારે તાજપોશી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1