Aapnu Gujarat
રમતગમત

પંતને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પદેથી હટાવાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન ૧૪ની બાકી બચેલી મેચોનુ આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં થવા જઇ રહ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને મોટો ઝટકો આપવાનુ નક્કી કરી લીધુ છે. રિપોટ્‌ર્સનુ માનીએ તો ઋષભ પંતને કેપ્ટન પદેથી હટાવવામાં આવી શકે છે. દિલ્હી કેપિટલ્સ આ પગલુ શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થયા બાદ ઉઠાવશે.
શ્રેયસ અય્યર હાલ ખભાની સર્જરીથી સાજો થઇ રહ્યો છે. એપ્રિલમાં અય્યરને ખભાની સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરી બાદથી અય્યર આઇપીએલની ૧૪મી સિઝનમાંથી બહાર થઇ ગયો હતો. અય્યરની ખભાની ઇજામાંથી સજા થવા માટે લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે.
ઓગસ્ટ સુધી અય્યર પુરેપુરો ફિટ થઇ શકે છે. જેથી ટૂર્નામેન્ટને ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે, એટલા માટે અય્યર ટીમમાં વાપસી કરી શકે છે, ઇજાના છતાં દિલ્હી કેપિટલ્સના અય્યરને દિલ્હી કેપિટલ્સે રિલીઝ ન હતો કર્યો. આઇપીએલને યૂએઇ શિફ્ટ થવા પર શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળતો દેખાશે.
શ્રેયસ અય્યરની ઇજા થયા બાદ દિલ્હી કેપિટલ્સે યુવા વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત પર ભરોસો રાખ્યો હતો. ઋષભ પંતે કેપ્ટનશીપની જવાબદારી શાનદાર રીતે નિભાવી અને સિઝન ૧૪માં શાનદાર રમત બતાવી હતી. આઇપીએલ સિઝન ૧૪ સ્થગિત થઇ ત્યાં સુધીમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાના ૮ મેચોમાંથી ૬ મેચોમાં જીત નોંધાવીને સફર રમત બતાવી હતી. દિલ્હી કેપિટલ્સ ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર છે. એટલુ જ નહીં દિલ્હી કેપિટલ્સને પ્લે ઓફરમાં જગ્યા બનાવવા માટે બાકી બચેલી ૬ મેચોમાથી ફક્ત ૨ જ મેચ જીતવાની જરૂર છે.
દિલ્હી કેપિટલ્સે ૨૦૧૮માં શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપી હતી. અય્યરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સનુ પ્રદર્શન સતત સુધર્યુ, વર્ષ ૨૦૧૯માં ટીમ પ્લે ઓફમાં પહોંચી જ્યારે ૨૦૨૦માં પહેલીવાર ટીમ અય્યરની કેપ્ટનશીપમાં ફાઇનલમાં રમી હતી, જોકે મુંબઇ ઇન્ડિયન્સના હાથે માત મળતા જ ચેમ્પિયન બનવાનુ સપનુ રોળાયુ ગયુ હતુ.

Related posts

પાંચમી વનડેમાં ઓસ્ટ્રેલિયા પર ઇંગ્લેન્ડની ૧૨ રને જીત

aapnugujarat

ऑस्ट्रेलिया-इंग्लैंड के बीच लॉर्ड्स टेस्ट ड्रॉ

aapnugujarat

૧૬ વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ કરશે પાકિસ્તાનનો પ્રવાસ

editor

Leave a Comment

UA-96247877-1